Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

શિવધામ પરીસરમાં દરરોજ રાત્રે રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પુર્ણાહુતીઃ ભાવિકોએ વધુને વધુ મહોત્સવનો લાભ લેવા ઈન્દ્રનિલભાઈની અપિલ

રાજકોટઃ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ટીમ ઈન્દ્રનીલ ફોર યુ તથા સર્વેસમાજ આયોજિત- સંકલિત- શિવધામ પરિસરમાં શિવ ઉત્સવમાં ગઈકાલે સાંજની મહાઆરતીમાં રાજકોટ લાયન્સ પરિવારના મીતેશભાઈ ગણાત્રા પૂર્વ ગવર્નર, બીપીનભાઈ મહેતા રીજીયન ચેરમેન, ડોલરભાઈ કોઠારી ડીસ્ટ્રીકટ ચેરમેન, જીજ્ઞેશભાઈ ભટ્ટ ડીસ્ટ્રીકટ ચેરમેન, સંજયભાઈ જોષી ડીસ્ટ્રીકટ ચેરમેન, મહેન્દ્રભાઈ જોષી ડીસ્ટ્રીક ચેરમેન, ચિંતનભાઈ વ્યાસ પ્રમુખ પ્રાઈડ કલબ, કોમલબેન વૈષ્ણવ જૈન ચેરપર્સન અને મિતુલભાઈ દોંગા, અભિષેકભાઈ તાળા, તુષારભાઈ નંદાણી, નીતિનભાઈ દોંગા, કિશોરભાઈ પાંભર, અતુલભાઈ ઉમરેટીયા, રવિભાઈ સભાયા, યોગેશભાઈ પટેલ, વિજયભાઈ માકડીયા, મનસુખ વેકરીયા, અંકુર માવાણી, નીલેશ વિરાણી, રાજુભાઈ પરસાણા, જયેશભાઈ સરધારા, મહેશભાઈ વેકરીયા, રાજદીપભાઈ તાળા, શીલુ વીરડીયા, વત્સલભાઈ પટેલ, વિશાલભાઈ દોંગા, ભરતભાઈ પીપળીયા, અતુલભાઈ કમાણી, મેહુલભાઈ સોજીત્રા, ઠાકરશીભાઈ ગજેરા, મૌલિકભાઈ સખીયા, મેહુલભાઈ સાકરિયા, ભાર્ગવભાઈ પાદરીયા, અભય ટીલારા, બાબુભાઈ અકબરી, ચંદ્રેશભાઈ પાંભર, રાજદીપભાઈ રૂપાપરા, સંદીપભાઈ ઉમરેટીયા, હિતેશભાઈ વસોયા, અશોકભાઈ કોઠીયા, વશરામભાઈ પટેલ, મનીષભાઈ પટેલ વિગેરેએ મહાઆરતીનો લાભ લીધેલ હતો. મહાઆરતી બાદ ખ્યાતનામ કલાકાર દેવ ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા ભજન- કીર્તન તેમજ ધાર્મિક કાર્યક્રમ દરરોજ યોજાય છે.

ગુજરાતભરમાં બીજી વખત યોજાયેલ આ શિવ ઉત્સવ (ધર્મોત્સવ) તેમજ શિવલિંગ દર્શન કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત અને ગીનીશ બુક ઓફ વર્લ્ડમાં તેની નોધ લેવાય તેવો આશાવાદ વ્યકત કરવામાં આવે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય આયોજક પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરૂ તથા ''ટીમ ઈન્દ્રનીલ ફોર યુ''ના સભ્યો વશરામભાઈ સાગઠીયા, મિતુલભાઈ દોંગા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, દર્શનીલબેન રાજગુરૂ, ગાયત્રીબેન ભટ્ટ, પારૂલબેન ડેર, રસીલાબેન ગરૈયા, જાવેદ અઝીઝ, અભિશેકભાઈ તાળા, રાજુભાઈ જુન્જા, કિશોરસિંહ જાડેજા, દિક્ષિતાબેન, ચિરાગભાઈ જસાણી, કમલેશભાઈ સાંગાણી, હેમંતભાઈ વીરડા, અમિષાબેન ગોહેલ, ડોલીબેન, હર્ષાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, યોગીતાબેન વાડોલીયા, યુનુસભાઈ જુણેજા, હારૂનભાઈ ડાકોરા, હર્ષદભાઈ, ઈમરાનભાઈ પરમાર, સાહીલભાઈ ચૌહાણ, એઝાઝાભાઈ, કેવલભાઈ, સલીમભાઈ કારીયાણી, બશીરભાઈ, શોએબભાઈ, હસુભાઈ બાંભણીયા, જીતેન્દ્રભાઈ ઠાકર, ભાસ્કરભાઈ પંડ્યા, અમિતભાઈ ઠાકર, ભાવેશભાઈ પટેલ, અનિતાબેન ગોપલાણી, મનીષાબેન થાવરાણી, ગીરીરાજસિંહ જાડેજા, યજ્ઞેશભાઈ દવે, સંજયભાઈ વડેચા, તૃપ્તિબેન જોષી સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરૂએ જણાવ્યું હતું કે આ આયોજન લોકશાહીમાં ભાઈચારાની લાગણી જળવાઈ અને દરેક સમાજ સાથે રહે તે હેતુથી દરેક સમાજને સાથે રાખી કાર્યક્રમની પુર્ણાહુતી દરરોજ રાષ્ટ્રગાન કર્યા પછી કરવામાં આવે છે.

આજે આરતીમાં યજમાન પદે ક્ષત્રિય સમાજ, વાલ્મીકી સમાજ, વાણંદ સમાજ, ભાવસાર સમાજ, પ્રજાપતિ સમાજ, ધોબી સમાજ, મોચી સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજ રહેશે. ધર્મપ્રેમીજનોને લાભ લેવા પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરૂએ યાદીમા જણાવ્યું હતું.(૩૦.૧૦)

(3:35 pm IST)