Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ગોંડલથી બાઇક ચોર્યા બાદ રાજકોટમાં ચાર મકાનોમાં હાથફેરો કરનાર સગીર ઝડપાયો

બંધ મકાનમાં ધોળે દિવસે જ સળીયાથી તાળા તોડી બિન્દાસ્ત ચોરીઓ કરતો'તોઃ પ્ર.નગર પોલીસે જંકશન રોડ પોસ્ટ ઓફિસ પાસેથી પકડ્યોઃ વિદેશી ચલણ સહિત ૯૪ હજારનો મુદ્દામાલ કબ્જે

પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ રાઠોડ, પીએસઆઇ ડાંગર અને ટીમ તથા કબ્જે થયેલુ બાઇક અને મોબાઇલ ફોન, વિદેશી ચલણ સહિતનો મુદ્દામાલ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: શહેશના ગોંડલ રોડ પરના વિસ્તારમાં રહેતાં એક સગીરને પ્ર.નગર પોલીસે વાહન ચોરી અને ચાર ઘરફોડ ચોરીના ગુનામાં પકડી લઇ મુદ્દામાલ કબ્જે લીધો છે. મોજશોખ માટે ચોરી કરવાની ટેવ ધરાવતો આ સગીર ધોળે દિવસે બંધ મકાનના તાળા સળીયાથી તોડીને હાથફેરો કરતો હતો.

પોલીસે બાતમીના આધારે જંકશન રોડ પર પોસ્ટ ઓફિસ પાસેથી સગીરને હોન્ડા નં. જીજે૩એચસી-૬૪૬૦ સાથે પકડી લીધો હતો. આ હોન્ડા ચોરાઉ હોવાની અન સગીરે ઘરફોડ ચોરીઓ પણ કરી હોવાની પાક્કી બાતમી હોઇ તેની વિસ્તૃત પુછતાછ કરવામાં આવતાં તેણે આ હોન્ડા ગોંડલથી ચોરી કર્યાનું અને બાદમાં તેનો ઉપયોગ કરી રાજકોટમાં ચાર બંધ મકાનોમાં ધોળે દિવસે રેકી કર્યા બાદ ચોરીઓ કરી હોવાનું કબુલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સગીર પાસેથી સોનાની બુટી એક જોડીા, વીવો કંપનીના બે મોબાઇલ, બે સેમસંગના, બે જીઓની કંપનીના, એલવાયએફ કંપનીના બે મોબાઇલ તેમજ રોકડા રૂ. ૨૦ હજાર, વિદેશી યુએઇ ચલણ ૫૪૦ દિરહામ તથા ૨૫ હજારનું બાઇક મળી રૂ. ૯૪૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ સગીરે પ્ર.નગર પોલીસ મથક એરિયા, યુનિવર્સિટી પોલીસ મથક, માલવીયાનગર પોલીસ મથક અને ગોંડલ સીટી પોલીસ મથક એરિયામાં ચોરીઓ કરી હતી. જેનો ભેદ ખુલ્યો છે. ચોરાઉ બાઇક લઇ જે તે વિસ્તારમાં રખડતો અને જ્યાં તાળુ દેખાય ત્યાં સળીયાથી તાળુ તોડી અંદર ઘુસી ચોરી કરી ભાગી જતો હતો.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ભરત રાઠોડની સુચના અને પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, કોન્સ. જયદિપભાઇ ધોળકીયા, હેમેન્દ્રભાઇ વાધીયા, પ્રદિપસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ પરમાર, મનજીભાઇ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મોહસીનખાન, અરવિંદભાઇ, જયદિપભાઇ, પ્રદિપસિંહ અને હેમેન્દ્રભાઇની બાતમી પરથી આ ડિટેકશન કરાયું હતું. (૧૪.૯)

(3:32 pm IST)