Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ઘરેલુ હિંસાના કેસમાં પરિણિતા દ્વારા થયેલ વચગાળાનું ભરણ પોષણ મંજુર

રાજકોટ તા. ૧૮: ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની ફરીયાદમાં પત્નીનું વચગાળામાં ભરણ પોષણ મંજુર કરવાનો રાજકોટની અદાલતે હુકમ કર્યો હતો.

અહીંના કેવડાવાડી શેરી નં. ૧૭ માં રહેતી પરણીતા અંજનાના લગ્ન રાજકોટ ખાતે જ બેડીનાકા ટાવર પાસે આવેલ ઇદ્ર એપાર્ટમેન્ટમાં રહેતા નીલેશ રમેશભાઇ રોજાસરા સાથે ર૦૧૧ ની સાલમાં થયેલ અને આ લગ્ન જીવનથી તેમને એક પુત્રી સંતાન થયેલ હતું.

રાજકોટની ફોજદારી અદાલતમાં પતી સામે પોતાના એડવોકેટ શ્રી અંતાણી મારફતે ડોમેસ્ટીક વાયોલેંન્સ એકટ મુજબની ફરીયાદ કરેલ અનેતેમાં આ ઉપર મુજબના આક્ષેપો તેના પતી સામે કરેલ હતા અને પોતાના ભરણ પોષણ સહીતની તમામ દાદ તેમાં માંગેલ હતી.

એડવોકેટ શ્રી અંતાણીની આ તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની ફોજદારી અદાલતે પરણીતા અંજનાને કેસ ચાલુ થાય તે પહેલાજ પતી એ તેને વચગાળામાં દર મહિને રૂ. ૩૦૦૦/- ત્રણ હજાર પુરા અરજીની દાખલ તારીખથી એટલે કે તા. ૧૦-૭-૧૭ થી નીયમીત રીતે ચુકવી આપવાનો હુકમ કરેલ છે અને કેસની નવી તારીખ મુકરર કરેલ છે અને આ રકમ અરજીની દાખલ તારીખથી મંજુર થયેલ હોઇ કેસ ચાલુ થાય તે પહેલા ૩૯૦૦૦/- પતી પાસેથી ભરણ પોષણના વસુલવા હકકદાર બનેલ છે જેથી પરણીતાએ રાહતનો દમ લીધેલ છે. આ ચકચારી કેસમાં પરણીતા અંજનાબેન વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે. (૭.૩૪)

(2:46 pm IST)