Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

હવે સરકાર લાવશે નેશનલ ફુડ પોલીટીબીલીટીઃ ગુજરાતનો રેશનકાર્ડ ધારક બીજા રાજયમાં જશે તો તુર્ત જ રાશન- પુરવઠો મળી રહેશે

સરકારે તાલીમ શરૂ કરીઃ રાજકોટ DSO સહિત કુલ ૩૩ જિલ્લા પુરવઠા અધિકારીને સ્પે. તાલીમ અપાઇ

રાજકોટ તા.૧૮: રાજકોટ સહિત રાજયભરના લાખો રેશનીંગકાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં એક મહત્વની યોજના લાવી રહી છે. કેન્દ્ર સરકાર ભવિષ્યમાં નેશનલ ફુડ પોલીટીબીલીટી નામની યોજના અમલમાં મુકી રહી છેે.

આનાથી મહત્વનો ફાયદો એ થશે કે રાજકોટ કે ગુજરાતનો કોઇપણ રેશનીંગ કાર્ડ ધારક બીજા રાજયમાં વસવાટ માટે જાય તો ત્યાં તુર્ત જ તેને રેશનીંગ ની દુકાનેથી અનાજ-રાશનનો પુરવઠો કાર્ડ રજુ કર્યે મળવા માંડશે, આખુ લીન્ક અપ ગોઠવાઇ રહયાનું સુત્રોએ ઉમેર્યું હતું.

આ એજન્ડા સાથે રાજકોટ ડીએસઓ જોષી સહિત ગુજરાતના કુલ ૩૩ જિલ્લા પુરવઠા અધિકારીને નેશનલ ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેર્ન્ટે બે તબક્કામાં તાલીમ આપી દિધી છે, તાજેતરની તાલીમમાં ઉપરોકત મુદ્દો જ મુખ્ય એજન્ડા હતો, કેન્દ્ર સરકાર આ યોજના અમલમાં મુકશે કે તુર્ત જ ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તાલીમનો દોર-ઓનલાઇન એન્ટ્રી સહિતની બાબતો આવરી લેવાશે, ગુજરાતની સાથે કર્ણાટક-યુપી-બિહાર-મધ્યપ્રદેશ-રાજસ્થાનને પણ તાલીમમાં આવરી લેવાયા હતા.(૧.૨૪)

(2:46 pm IST)