Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

લોધીકાના ચીભડામાં વિશાલ વાઘેલાના મકાનમાં દરોડોઃ પાંચ મહિલા સહિત ૧૦ જુગાર રમતા પકડાયા

મકાન માલિક વિશાલ, મુકેશ, કેતન, રામજી,જેન્તી, રાધા, પ્રભા, ઇલા,કિરણ અને કંચનની ધરપકડ

રાજકોટ તા.૧૮: લોધીકાના ચીભડા ગામમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે લોધીકા પોલીસે વિશાલ મનસુખભાઇ વાઘેલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ મહિલા સહિત ૧૦ શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ લોધીકા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.બી. ચોૈહાણ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ચીભડા ગામમાં રહેતોવિશાલ વાઘેલાના મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક વિશાલ તથા ચીભડાના મુકેશ હંસરાજભાઈ ચારોલા, કેતન મનસુખભાઈ વાઘેલા, રામજી હરજીભાઈ વાઘેલા, જેન્તી જેરામભાઈ વાઘેલા, રાધા મનસુખભાઈ વાઘેલા, પ્રભા વિક્રમભાઈ વાઘેલા, ઈલા મુકેશ રાઠોડ, કંચન મગનભાઈ વાઘેલા અને રાજકોટની કિરણ ચંદુભાઇ કોળીને પકડી લઇ રૂ. ૧૩૮૯૦ની રોકડ સહિત રૂ. ૩૮૮૯૦ ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.(૧.૧૪)

 

(2:24 pm IST)