Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

નવા રાજકોટમાં મોસમનો સૌથી વધુ વરસાદઃ કુલ ૧૯.૫૦ઇંચ

રાજકોટ,તા.૧૮: ગઇકાલે પણ શહેરમાં આખો દિવસ વરસાદી માહોલ  રહ્યો હતો. સવારથી બપોર સુધી અવાર-નવાર વરસાદી ઝાપટાઓ શહેરીજનોને પલાડી જતા હતા.કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. રાત્રે સારો વરસાદ  એક ધારો  વરસ્યો હતો. જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧.૩૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને મોસમનો કુલ ૧૭ ઇંચ જેટલો વરસાદ થઇ ગયાનું ફાયર બ્રિગેડમાં નોંધાયુ છે. સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં નોંધાયો છે.

રાજકોટ ફાયર બ્રિગેડમાં નોંધાયેલ આજનો ઝોન વાઇસ વરસાદ

ઝોન    ગઈકાલ સવારના ૭ થી મોસમ

        આજ સવારના ૭ સુધી

સેન્ટ્રલ  ૩૧     મી.મી          ૪૩૪ મી.મી

વેસ્ટ    ૩૪     મી.મી          ૪૬૭ મી.મી

ઇસ્ટ    ૨૬     મી.મી          ૩૫૬ મી.મી

(11:32 am IST)