Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

આજે યાંત્રીકના ૪૪ પ્લોટની હરરાજીઃ હવે અપસેટ પ્રાઇઝ સવા લાખથી રાા લાખ સુધીની કરી નખાઇ

રાજકોટ તા.૧૭: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે ગોરસ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકમેળો-૨૦૧૮માં કેટેગરી-ઇ, એફ,જી,એચ (યાંત્રીક)ની હરરાજી તા. ૯/૮/૧૮ ના રોજ યોજાયેલ હતી પરંતુ સદરહું કેટેગરી-ઇ,એફ,જી,એચ, (યાંત્રીક) કેટેગરીની હરરાજી વખતોવખતના અનીવાર્ય સંજોગોના કારણે મોકુફ રાખવામાં આવેલ છે.

લોકમેળામાં યાંત્રીક કેટેગરીમાં અગાઉ તા. ૨૧/૭/૧૮ થી તા. ૩૧/૭/૧૮ સુધીમાં કુલ-૧૩૬ લોકોએ  ફોર્મ ભરેલ હતાં. જે ફોર્મ ભરનાર વ્યકિતએ કોઇપણ કેટેગરીના સ્ટોલ/ પ્લોટ રાખવા માંગતા હોઇ અત્રેની કચેરી ખાતે તા. ૧૮/૮/૧૮ ના રોજ સમયઃ સવારે ૧૧-૦૦ વાગ્યે હરરાજી રાખવામાં આવેલ છે. જેમાં કેટેગરી-ઇ ની અપસેટ પ્રાઇઝ રૂ. ૧,૬૦,૦૦૦/-, કેટેગરી-એફની અપસેટ પ્રાઇઝ રૂ. ૧,૨૫,૦૦૦/-, કેટેગરી-જીની અપસેટ પ્રાઇઝ રૂ. ૨,૪૫,૦૦૦/-, કેટેગરી-એચની અપસેટ પ્રાઇઝ રૂ. ૨,૬૦,૦૦૦/- યાંત્રીક કેટેગરીના સ્ટોલ/પ્લોટની નવી અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવેલ છે. જેની સંબંધકર્તાઓએ નોંધ લેવા એક યાદીમાં ઉમેરાયું છે.(૧.૨૪)

 

(9:06 am IST)