Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

નવરંગ નેચર કલબ દ્વારા ફુલછોડ - મધ - શાકભાજી રાહતદરે

હાથવણાટના પાપડ, કઠોડ, લીંબડા સાબુ, ખરખોડ વિવિધ ફળોના કલમી રોપા સહિતની વસ્તુઓ ઉપલબ્ધઃ દર રવિવારે રાજકોટ અને વાંકાનેરમાં વિશેષ વિતરણ વ્યવસ્થાા

રાજકોટ તા.૧૮: નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા ફુલછોડ અને શાકભાજી સહિતની વસ્તુઓના રાહત દરે વેચાણ અર્થે દર રવિવારે કેમ્પ કરવામાં આવે છે. જે મુજબ આગામી તા.૨૧ના રવિવારે પણ ૧૫૦ ફુટ રીંગ રોડ , અમીન માર્ગના ખુણે , જેડબ્લ્યુ સામેના મેદાનમાં વિતરણ - વેચાણની વ્યવસ્થા થઇ છે.

ખાખરાના બીજ વિના મુલ્યે, દ્રાક્ષ, ખરખોડી અને કાજુના રોપા, કલમી આંબા, લોટણ નાળીયેરી, ગાયના દુધનો માવો, ફુલછોડ, પ્યોર મધનુ રાહત દરે વિતરણ, જૈવિક દવા ઈયળો માટે, ગૌ મુત્ર અર્ક અને ફીનાઇલનુ વેચાણ થશે.

ખરખોડી (ડોડી,જીવંતીકા) :  આ વરસાયુ વેલા નામશેશ રવાના આરે છે. અમો પડતર કિંમત રૂ.૨૦/-માં રોપાનુ વેચાણ કરવાના છીએ. વીટામીન - એથી ભરપુર પાંદડા, ફુલ અને ફળનુ શાક થઇ શકે છે. આ ત્રણેય વસ્તુઓ કાચી પણ ખાઇ શકાય છે. પશુઓ માટે શ્રેષ્ઠ ચારો છે. ઘણી ગૌશાળાઓમાં મોટા પાયે આનુ વાવેતર કરી પશુઓને ખવડાવવા આવે છે.

ખાખરાના બીજ : ખાખરાના ફુલ એ ગુજરાત રાજ્યનુ 'રાજ્ય પુષ્પ'છે.  બીજથી ઙ્ગસારી રીતે ઉગી શકે છે થોડા રક્ષણથી અને ઓછા પાણીએ ખેતરના શેઢે ઉછેરી શકાય છે. આનુ વાવેતર વધુમાં વધુ થાય તેવા પ્રયત્નોના  ભાગરૂપે છેલ્લા પાંચ વર્ષથી ખાખરાના બીજનુ ચોમાસામાં વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે.

ગાય આધારીત વસ્તુઓ : (૧) ગીર ગાયના ગૌ મુત્રનો અર્ક તે પીવા માટે ૫૦૦ એમ.એલ. રૂ.૧૫૦/- (૨) ગીર ગાયના ગૌ મુત્ર ની નીમ અર્ક ન્હાવા માટે ૫૦૦ એમ.એલ. રૂ.૧૫૦/- (૩) ગીર ગાયના ગૌ મુત્રનો  ફીનાઇલ ૧ લીટરના ૫૦/- (૪) જૈવિક દવાઓ કે જે  ખેડુતોએ ઓર્ગેનીક રીતે બનાવેલ છે અને તે કોઇપણ જાતના ખેતી પાકમાં આવતી ઈયળોના નિયંત્રણ માટે સારૂ કામ આપે છે ૧ લીટરના રૂ.૨૫૦/-

કલમી રોપા  : કેશર કલમી આંબ રૂ.૧૩૦૦/- ,લોટણ નાળીયેર રૂ.૮૦/- કલમી જામફળ રૂ. ૧૦૦/-, દ્રાક્ષ રૂ.૧૦૦/

બીન કલમી રોપા : લીંબુડી, સીતાફળી, સીસમ, જામફળી , દાડમ, વગેરે ૧ રોપાના રૂ.૨૦/-

લીલા નાળીયેર : લીલા નાળીયેરનું પાણી પીવાથી શકિત અને સ્ફુર્તિ મળેલ છે બીજો ફાયદો એ થાય કે ખેડુતો નાળીયેરનુ ઉત્પાદન કરે છે તેનો સારો ભાવ મળે. કેમિકલ વાળા પીવાના પીણાના બદલે આવા દેશી પીણાઓ લોકો વધુને વધુ પીતા થાય એવા પ્રયત્નોના ભાગ રૂપે લીલા નાળીયેર ૧ નંગના રૂ.૨૦/-માં મળશે.

ગાયના દુધનો માવો : ખેડુતો જાતે  ગાયના દુધનો માવો બનાવી અહી વેચવા આવશે જેથી વચલી કળી નાબુદ થાય છે. ૧ કિલોના રૂ.૩૦૦/- લેખે વેચાણ થશે (બજાર  ભાવ આનાથી ઘણો વધુ હોય છે.)

અજમા : ખેડુતોએ ઓર્ગેનીક અજમો તૈયાર કરેલ છે એક ડબાની કિંમત રૂ. ૪૦/-

દાડમ : આ ઓર્ગેનીક દાડમ ભગવા સીંદુરી તરીકે ઓળખાય છે ખેડુતે જાતે તૈયાર કરેલ છે. અને પોતે જ વેચવા આવે છે.

ઓર્ગેનિક વિવિધ શાકભાજી :નાના ખેડુતો પોતાના ખેતરમાં ઓર્ગેનિક શાકભાજી તૈયાર કરીને અહી સીધા વેચવા આવે છે.

મઘ (પ્રવાહી સોનું) : અહીં માત્ર રૂ. ર૪૦/- ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે, ચરબી ઓછી કરે છે, કબજીયાત દુર થાય છે. મધ એ પૃથ્વી ઉપરનુ અમૃત ગણાય છે. મધ અને રોટલી નાસ્તામાં ખાઇ શકાય . પાણી સાથે અને આદુ-લીંબુ સાથે પી શકાય.

અગરબતીઓ : ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબતીઓ બનાવી તેનું વેચાણ કરાવમાં આવે છે. આપ આ અગરબતીઓ લઇ આડકતરી  રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

ફુલછોડ :  કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન ટેબલ પામ , સન ઓફ ઈન્ડિયા , ટગર, જસ્મીન જુહી આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલ : એલોેરા જયુસ સપ્તપૂર્ણ રાહત દરે મળશે : લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ મળશે.

હાથે ખાંડીને બનાવેલા વિવિધ જાતના આર્યુવેદિક દેશી ઓસડીયા મળશે

ફીંડલા સરબત : હાથલા થોરના પાંકા ફળમાંથી બનતુ આ સરબત હીમોગ્લોબીન વધારે છે.રૂ.૧૦૦/- માં મળે છે.

સ્થળ : કોર્પોરેશનનું મેદાન ,૧૫૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગનો ખુણો, જેડ બ્લ્યુ શો-રૂમની સામે, રાજકોટ. તા.૨૧-૭-૨૦૧૯ (દર રવિવાર રાજકોટ), સમય સવારે ૮-૩૦ થી ૧

સ્થળ : ગાયત્રી શકિત પીઠ, ગાયત્રી મંદિર, આરોગ્ય નગર, વાંકાનેર , તા.૨૧/૭/૨૦૧૯ રવિવાર, સમય બપોરે ૩-૩૦ થી ૭-૩૦, સંપર્ક ભુપતભાઇ છૈયા , મો. ૯૪૨૮૨ ૯૭૮૭૪ વધુ માહિતી માટે  વી.ડી. બાલા મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

*દેશી મુખવાસ

*વિવિધ જાતના લોખંડના વાણસો મળશે

*વિવિધ જાતના ફળો રાહત દરે મળશે.

*વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે.

*વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ તેમજ

*કઠોળ ફણગાવવાના ડબ્બા રૂ.૫૦ લેખે મળશે

* વિવિધ જાતના કઠોળ

* હાથ વણાટ પાપડ

* ઓર્ગેનીક શાકભાજી

*પુઠાના ચકલી ઘરઃ ચકલી ઘર રૂ. ૫/-

*પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા : કિંમત રૂ. ૧૦/-

*રાહત દરે લીંબડા સાબુ  ઉપલબ્ધ હશે

(3:59 pm IST)