Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વૃક્ષારોપણમાં કોંગ્રેસનો લીંબડ જશઃ મેયર

વોર્ડ નં.૧૦ના બીનાબેન આચાર્ય-જયોત્સનાબેન ટીલારા અને અશ્વિન ભોરણિયાએ ટ્રી-ગાર્ડ રોપાનું વિતરણ કર્યું છતાં કોંગ્રેસના મનસુખ કાલરિયાએ આ કામગીરીમાં ખોટી પ્રસિદ્ધિ મેળવી : ભાજપના કોર્પોરેટરોનો આક્ષેપ

રાજકોટ,તા.૧૮: શહેરનાં વોર્ડ નં.૧૦માં આવેલ શિવ આરધ્યા સોસાયટીના રહેવાસીઓ દ્વારા વૃક્ષારોપણની રજુઆત અનુસંધાને શાસક કોર્પોરેટર દ્વારા જરૂરી પિંજરા, રોપા, ખાડાઓ, વિગેરેની વ્યવસ્થા કરવામા આવેલ. આ વ્યવસ્થા જોઇ વોર્ડ નં.૧૦ના જ કોર્પોરેટરો મનસુખભાઇ કાલરીયાએ વૃક્ષ વાવી અને પોતે કામગીરીના ફોટા પાડી પોતાના નામે કરેલ છે આવુ નાટક તેમની પાસેથી શિખવા જેવુ છે. મનસુખભાઇ કાલરીયા આવો લિંબડ જસ ખાટવા અવારનવાર આવા નાટક કરવા ટેવાયેલા છ. તેમ  મેયર બિનાબેન આચાર્ય, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયાએ જણાવ્યુ હતુ.

શિવ આરાધના સોસાયટીના રહેવાસીઓ દ્વારા શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા વૃક્ષારોપણ થાય તેવી લાગણીના અનુસંધાને ગઇકાલે તા.૧૭ના રોજ શિવ આરાધના સોસાયટીમા મેયર બિનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, પુર્વ કોર્પોરેટર પરેશભાઇ હુબંલ, વોર્ડ નં.૧૦ના પ્રભારી માધવભાઇ દવે વોર્ડ નં૧૦ના પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્નાના પ્રયત્નોથી શિવ આરાધના સોસાયટીમા વૃક્ષારોપણ કરાયુ.

આ વૃક્ષારોપણ પ્રસંગે કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, શિવ આરાધના સોસાયટીના રહેવાસી કાંતીભાઇ ભંડેરી, નરેન્દ્રભાઇ અકબરી, ભાવીનભાઇ કથીરીયા, અશોકભાઇ ડેડકીયા, મનસુખભાઇ સાવલીયા, અલ્પેશભાઇ ઝાલાવાડીયા, જેન્તીભાઇ કપૂરીયા, જશ્મીનભાઇ ડેડકિયા, ખોડાબાપા અકબરી, રમેશભાઇ કાલરીયા, કંચનબેન ભંડેરી, શર્મીલાબેન અકબરી, ઇંદુબેન ડેડકીયા, લિલાબેન વાડોદરિયા, જયોત્સનાબેન દેસાઇ, ભાનુબેન કપૂરિયા, મયુરીબેન કથીરિયા, નયનાબેન દ્યાડીયા, નિમાબેન ટીલવા, શિતલબેન ભંડેરી, રમાબેન લિંબાસીયા, મનિશાબેન સાકરીયા, સમજુબેન પાંભર, દ્રીષ્ટીબેન કતબા, પારૂલબેન બોરડ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આને સોસાયટીમા વૃક્ષારોપણ થતા આનંદની લાગણી વ્યકત કરી હતી.

(3:58 pm IST)