Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મોદી સ્કુલ (ઇશ્વરીયા)ના વિદ્યાર્થીઓ 'અકિલા'ના આંગણેઃ અખબાર કાર્યાલય નિહાળી રોમાંચીત

રાજકોટઃ શહેરની ભાગોળે મેટોડા જીઆઇડીસી નજીક ઇશ્વરીયા મુકામે આવેલ મોદી સ્કુલના સીબીએસઇના ધો.૮ના વિદ્યાર્થીઓ 'અકિલા'ના આંગણે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ તંત્રી વિભાગ, કોમ્પ્યુટર વિભાગ, પેઇજ વિભાગ, ઇન્ટરનેટ વિભાગ, વોટ્સએપ ન્યુઝ સહિત અખબાર કેટલી ઝડપે પ્રિન્ટીંગ થાય છે. તે નિહાળી અભીભૂત થયા હતા. આ તકે અનેક વિદ્યાર્થીઓ પત્રકારત્વ ક્ષેત્રે કયો કોર્ષ કરવો પડે અને પત્રકાર બનવા પણ ઇચ્છા વ્યકત કરી હતી. અકિલા પરીવાર દ્વારા તમામ વિભાગો દર્શાવ્યા મોદી સ્કુલના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અર્પિતા દેવનાથ, દિગ્વિજયસિંહ વાઘેલા અને ચિરાગ ભટ્ટ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:57 pm IST)