Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રાજકોટ-દિલ્હીની વધારાની હવાઈ સેવાને વધાવતી ગ્રેટર ચેમ્બર

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ-દિલ્હી-રાજકોટની વધારાની હવાઈ સેવા એર ઈન્ડીયા દ્વારા શરૂ કરાવવા છેલ્લા ઘણા જ સમયથી સાંસદ મોહનભાઈ કુંડારીયા કાર્યરત રહેતા સફળ પરિણામ રૂપે વધારાની હવાઈ સેવા મંજુર કરાતા ગ્રેટર ચેમ્બર દ્વારા આભાર માનવામાં આવેલ છે.

આ વધારાની હવાઈ સેવાને કારણે સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુસાફરી વાયા દિલ્હી કરવી સરળ બની રહેશે. એ જ રીતે રાજકોટ-મુંબઈ-રાજકોટ વચ્ચે પણ દિવસ દરમ્યાન વધારાની ત્રણ થી ચાર હવાઈ સેવા મળી રહે તેવા પ્રયત્નો કરી રહેલ છે. તેમા તેઓને સફળતા મળે તેવી શુભેચ્છા ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા માનદ ઈન્ચાર્જ મંત્રી ઈશ્વરભાઈ બ્રાંભોલીયાએ પાઠવી છે.

(3:57 pm IST)