Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રૈયાણી પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

રાજકોટ : શહેરમાં વસતા રૈયાણી પરિવારના તેજસ્વી તારલાઓનો ૧૯ મો સરસ્વતી સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. રૈયારાજ સોશ્યલ ગ્રુપના અધ્યક્ષ જયંતિભાઇ રૈયાણી, પ્રમુખ મનસુખભાઇ રૈયાણી, મંત્રી ગોવિંદભાઇ રૈયાણી દ્વારા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના માર્ગદર્શન હેઠળ રૈયાણી પરિવારના ૨૩૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયુ હુત. ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી અને રૈયાભાભા ટ્રસ્ટ દેરડી (કું.) ના પ્રમુખ ઉદ્યોગપતિ પ્રવિણભાઇ મોહનભાઇ રૈયાણી ગોંડલના હસ્તે દિપ પ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. દરેક ધોરણમાં પ્રથમ, બીજો, ત્રીજો નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો, સ્કુલ બેગ, નોટબુક, બોલપેન, પ્રમાણપત્ર આપીને તેમજ અન્ય તમામને સ્કુલબેગ, બોલપેન અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. આ સન્માનોત્સવની સાથે રકતદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. બી.એ.પી.એસ. સંસ્થાના પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પ્રાસંગીક વકતવ્યા આપ્યા બાદ બાળકોએ સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરેલ. અંધશ્રધ્ધાને લગતા જાદુના ખેલે ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઇ રૈયાણીએ કરેલ. કાર્યક્રમમાં રૈયારાજ સોશ્યલ ગ્રુપના અધ્યક્ષ જયંતિભાઇ રૈયાણી, પ્રમુખ મનસુખભાઇ રૈયાણી, મંત્રી ગોવિંદભાઇ રૈયાણી, ઉપપ્રમુખ સુરેશભાઇ રૈયાણી, ખજાનચી ઠાકરશીભાઇ રૈયાણી, સહખજાનચી દિનેશભાઇ રૈયાણી, સહમંત્રી ધીરૂભાઇ રૈયાણી, એડવોકેટ પરેશભાઇ રૈયાણી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ઉદ્યોગપતિ પ્રવિણભાઇ મોહનભાઇ રૈયાણી, સારથી ગ્રુપ ગોંડલના કેતનભાઇ રૈયાણી, જલ્પેશભાઇ રૈયાણી, યોગેશભાઇ રૈયાણી, મહેશભાઇ રૈયાણી, આશીષભાઇ રૈયાણી, હીરેનભાઇ રૈયાણી, ભાવેશભાઇ રૈયાણી, રૈયારાજ યુવક મંડળ ગોંડલના વલ્લભભાઇ રૈયાણી, એડવોકેટ શૈલેષભાઇ રૈયાણી, સુમનભાઇ રૈયાણી, જયંતિભાઇ રૈયાણી, ગીરધરભાઇ રૈયાણી, સુરતના કાંતિભાઇ રૈયાણી, હરેશભાઇ રૈયાણી, હિંમતભાઇ રૈયાણી, સંજયભાઇ રૈયાણી, રાજ સ્ટુડીયો, રઘુભાઇ રૈયાણી, કેશુભાઇ રૈયાણી, પરસોતમભાઇ રૈયાણી, વિનુભાઇ રૈયાણી, કે. પી. રૈયાણી, છગનભાઇ રૈયાણી, ખીમજીભાઇ રૈયાણી, નરશીભાઇ રૈયાણી, શામજીભાઇ રૈયાણી, ગીરધરભાઇ રૈયાણી, સંજયભાઇ પૂર્વા સીલ્વર, કિશોરભાઇ રૈયાણી, મેઘજીભાઇ રૈયાણી, નિતિનભાઇ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)