Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

શ્રીનાથજી સોસાયટીના મકાનમાં અને નુરાનીપરામાં દરોડો : જુગાર રમતી મહિલાઓ સહિત ૧૬ ઝડપાયા

માલવીયાનગર પોલીસે પ્રવીત્રી ઉર્ફે ટીનાબા , શોભના, ભારતી, હેતલ, વિણા, સોનલ અને સંગીતા તથા આજીડેમ પોલીસે દાઉદ, રજાક, ફીરોજ, ઈમરાન, રાજન, ઈરફાન રહેમા અને જેનીની ધરપકડ

રાજકોટ તા. ૧૮ : મવડી રોડ શ્રનાથજી સોસાયટીમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામપર માલવીયાનગર પોલીસે દરોડો પાડી સાત મહિલાઓને અને નુરાનીપરામાં આજીડેમ પોલીસે દરોડો પાડી નવ શખ્સોને જુગાર રમતા પકડી લીધા છે.

મળતી માહિતી મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરી તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દારૂ અને જુગારની ચાલતી પ્રવૃતિઓને નાબુદ કરવાના માટેની સુચના આપતા માલવીયાનગર પોલીસમથકના પીઆઇ. એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એસ.ચંપાવત એએસઆઇ વેલુભા ઝાલા , કાજલબેન માઢક , હેડ કોન્સ. દિગ્પાલસિંહ જાડેજા , ભાવેશભાઇ , મયુરસિંહ, કુલદિપસિંહ, મશરીભાઇ, ભાવીનભાઇ તથા જયદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મયુરસિંહ , કુલદિપસિંહ તથા ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે મવડી રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૩માં રહેતા પ્રવીત્રી ઉર્ફે ટીનાબા કૃષ્ણસિંહ જાડેજા ના મકાનમાં દરોડો પાડી મકાન માલિક પુવીત્રી ઉર્ફે ટીનાબા જાડેજા (ઉ.વ.૩૮) તથા મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીના શોભના સુરેશભાઇ ચૌહાણ (ઉ.વ.૫૫), લાભદીપ સોસાયટીની ભારતી નિલેષભાઇ ઝરીયા (ઉ.વ.૩૨), બાપાસિતારામ ચોક પાસે નંદનવન-૧ની હેતલ નીખીલભાઇ વેકરીયા (ઉ.વ.૩૦), જલજીત સોસાયટી શેરી નં. ૪ ની વીણા કમલેશભાઇ ગઢવી (ઉ.વ.૪૪), નાનામવા સર્કલ પાસે કલ્યાણ પાર્ક - ૨ની સોનલ ફીરોઝભાઇ ગીલાણી (ઉ.વ.૪૮) અને લાભદીપ સોસાયટી શેરી નં.૬માં રહેતી  સંગીતા સંજયભાઇ ગરેણા (ઉ.વ.૩૭) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૨૭,૯૩૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઇ એમ .જે રાઠોડ, એએસઆઇ આર.જે. જાડેજા , શૈલેષભાઇ ગઢવી, દિગ્વીજયસિંહ ઝાલા , જયપાલભાઇ બરાળીયા , કાનજીભાઇ જારીયા અને હીનાબેન સહિત પેટ્રલીંગમાં હતા. ત્યારે દીગ્વીજયસિંહ અને જયપાલભાઇને મળેલી બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટ  નુરાની પરા ગેઇટ સામે દરોડો પાડી તેન પત્તીનો જુગાર રમતાનુ રાનીપરાનો દાઉદ ઈકબાલભાઇ મકમ (ઉ.વ. ૨૫) રજાક હારૂનભાઇ જુણેજા (ઉ.વ.૨૭) ફિરોઝ આદમભાઇ  ઠેબા(ઉ.વ.૪૨) , ઈમરાન કરીમભાઇ સોઢા (ઉ.વ.૨૨) , રાજન રજાકભાઇ સમા (ઉ.વ.૨૭), વસીમ  અબ્દુલભાઇ  હોથી  (ઉ.વ.૨૩), ઈરફાન સતારભાઇ કુરેશી (ઉ.વ.૩૦) રહેના અકબરભાઇ ધલેજા (ઉ.વ.૩૧) અને જેનુ અબ્દુલભાઇ સમા (ઉ.વ.૪૦) ને પકડી લઇ રૂ. ૧૭,૮૫૦ની રોકડ સહિતની મતા કબજે કરી તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)