Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

લક્ષ્મીનગરના સતિષને રાતે એક પરિણીતાએ વાત કરવા બોલાવ્યા બાદ સળીયાથી હુમલો

રાજકોટ તા. ૧૮: લક્ષ્મીનગર મહાદેવવાડી મેઇન રોડ પર રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં સતિષભાઇ મહેન્દ્રભાઇ ધામેલીયા (ઉ.૩૭) નામના વાળંદ યુવાનને મોડી રાત્રે એકાદ વાગ્યે લક્ષ્મીનગર-૨માં હતો ત્યારે ભુતીયા નામના બ્રાહ્મણ યુવાન, તેમજ કિરણબેન, ભરતભાઇ તેમજ કાંતિ ભરવાડ સહિતનાએ ઝઘડો કરી લોખંડના સળીયાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

સતિષભાઇને તેના પત્નિએ સારવાર માટે દાખલ કર્યા હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કોઇ પરિણીતાએ સતિષભાઇને રાતે ફોન કરી વાત કરવા બોલાવ્યા હતાં. જેથી તે લક્ષ્મીનગર-૨માં ગયા હતાં. ત્યારે કોઇ કારણોસર ઝઘડો કરી ભુતીયા સહિતનાએ હુમલો કર્યો હતો.

(3:53 pm IST)