Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

દેશી દારૂની ડ્રાઇવમાં પોલીસના ૧૫ સ્થળે દરોડા : ૧૩ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧૮ : શહેરના જુદા જુદા વિસ્તારમાં દેશી દારૂઓ અંગે પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમા પોલીસે ૧૫ સ્થળે દરોડા પાડી દેશી દારૂના જથ્થા સાથે ૧૩ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ  અગ્રવાલની સુચનાથી શહેરના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દેશી દારૂ અંગે ડ્રાલવ રાખવામાં આવી હતી. જેમાં એ ડીવીઝન પોલીસે ભવાનીનગરમાંથી રૂ.૮૦ના દેશીદારૂ સાથે અશ્વીન રામજી બારીયા (રહે. ભવાનીનગર -૭) ને તથા ભવાનીનગરમાં રૂ. ૮૦નો દેશીદારૂ કબજે કર્યો હતનો જ્યારે ઓડુ ભાવેશ ઓડ નાશી ગયો હતો. બી ડીવીઝન પોલીસે જૂના મોરબી રોડ ગણેશનગરમાંથી રૂ.૮૦ના દેશીદારૂ સાથે પ્રેમી ઉર્ફે કાળી મેપાભાઇ ચૌહાણ (ઉ.વ.૬૫) વેલનાથપરા સામેથી રૂ.૮૦ના દેશી દારૂ સાથે ભાનુ પ્રકાશ સોલંકી (ઉ.વ. ૩૫)ને પકડી લીધા હતા. જ્યારે

કુવાડવા પોલીસે તરઘડીયા પાસેથી હર્ષદ ચના ઝાપડીયાને રૂ.૪૦ના દેશીદારૂ સાથે નાકરાવાડી ગામ પાસેથી રૂ.૬૦ના દેશીદારૂ સાથે કાળી ઈન્દુ સાડમીયા (ઉ.વ.૨૨), ગૌરીદળ ગામ  આઇઓસી સામેથી રૂ.૬૦ના દેશીદારૂ સાથે મોંઘી  રાજુભાઇ વાઘેલા (ઉ.વ.૪૮) અને નવાગામ  આણંદપર ઢોરામાંથી રૂ.૮૦નો દેશીદારૂ કબજે કર્યો હતો. જ્યારે સાગર બચુ રાઠોડ ભાગી ગયો હતો.  જ્યારે ગાંધીગ્રામ પોલીસે રૈયારોડ મફતીયાપરા પાસે છોટુનગરમાંથી રૂ. ૩૦૦ના દેશીદારૂ સાથે રેવી ઉર્ફે દેવી સોમા વાજોલીયા (ઉ.વ.૩૭)ને તથા ઘંઠેશ્વર ૨૫વારીયા  ઝુપડાની બાજુમાથી રૂ.૮૦૦ના દેશીદારૂ સાથે ગૌરી રામજી ડાભી (ઉ.વ.૭૦)ને તાલુકા પોલીસે રૂ.૬૦ના દેશી દારૂ સાથે મવડી હેડ કવાર્ટર પાછળ થી પ્રભા ધનજી વાઘેલા (ઉ.વ.૪૫)ને તથા દોઢસોફુટ રોડ ઝુપડપટ્ટીમાંથી રૂ. ૪૦ના દેશીદારૂ સાથે રાજુ મફા ઠાકુર(ઉ.વ.૩૦), તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરામાંથી રૂ.૨૦૦ના દેશી દારૂ સાથે ભુપત દિપસિંહ ચૌહાણ (ઉ.વ.૩૯)ને સાધુવાસવાણી રોડ પર ઝુપડપટ્ટીમાંથી િેવતી લાવીંગભાઇ સાડમીયા (ઉ.વ.૨૮) ને રૂ.૨૦૦ના દેશીદારૂ સાથે તથા રૈયાધાર મફતીયાપરામાંથી રૂ.૧૬૦ના દેશીદારૂ સાથે કાન્તા ભરતભાઇ ભોણીયા (ઉ.વ.૪૫)ને પકડી લીધા હતા.

દારૂની પાંચ બોટલ સાથે ૪ પકડાયા

શહેરના થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જે.જી.ચૌધરી તથા જયદિપસિંહ સહિતે ચુનારાવાડ શેરી નં.૨માંથી બાઇક લઇને નિકળેલા સંજય જીવણ પરમાર (ઉ.વ.૨૨) (રહે. શાપર-વેરાવળ) અને મનોજ દેવાપાલ (ઉ.વ.૧૯)(રહે. શાપર-વેરાવળ)ને દારૂની ત્રણ બોટલ સાથે પકડી લીધા હતા. જ્યારે સોખડા ચોકડી થી બેડી ચોકડી તરફ પસાર થતી જી.જે. ૩ એચ.આર.૪૭ નંબરની સ્કોર્પીયો ને રોકી તલાશી લેતા તેમાંથી દારૂની બે બોટલ મળી આવતા રાજુ રૂપા વકાતર (ઉ.વ.૩૦) (રહે. તીરૂપતીનગર શેરી નં.૫) અને ભુરો નાગજી ટોયટા (ઉ.વ.૩૦) (રહે. ગરેડીયા ગામ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:52 pm IST)