Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મહાત્મા ગાંધી પ્લોટમાં ભારતીબેને ફિનાઇલ પી લીધીઃ પતિ-સાસુનો ત્રાસ હોવાનો આક્ષેપ

ગઇકાલે રૂમમાં પુરી દીધાનું અને આજે બહેને હોસ્પિટલે ખસેડ્યાનું પરિણીતાનું કથન

રાજકોટ તા. ૧૮:પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતી ભારતીબેન મયુરભાઇ સોલંકી (ઉ.૩૦) નામની વણકર પરિણીતાએ ગઇકાલે ફિનાઇલ પી લેતાં આજે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોતાને પતિ અને સાસુ ઇન્દુબેને મારકુટ પણ કર્યાનો આક્ષેપ કર્યો હતો.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. ભારતીબેને આક્ષેપ કર્યો હતો કે પોતે મામાજી સસરાના ઘરે જતાં પતિ-સાસુએ શંકા કરી ત્રાસ ગુજાર્યો હતો. પોતાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્રી છે. પતિ કાચ ફિટીંગનું કામ કરે છે.

ભારતીબેને એવો આક્ષેપ પણ કર્યો હતો કે પોતે ગઇકાલે ફિનાઇલ પી ગયા બાદ પોતાને રૂમમાં પુરી દેવામાં આવી હતી. આજે પડોશમાં રહેતી બહેન કંચનબેન મકવાણા આટો મારવા પોતાની ઘરે આવતાં તેણીએ હોસ્પિટલે ખસેડી હતી.

(3:49 pm IST)