Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ત્રંબા પાસે કમ્મરના દુઃખાવાથી કંટાળી હોડથલીના પ્રકાશનો આપઘાત

રાજકોટ તા. ૧૮: ત્રંબા ગામ નજીક કારખાના પાસે કમ્મરના દુઃખાવાથી કંટાળી પટેલ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ હોડથલી ગામમાં રહેતા પ્રકાશ જેન્તીભાઇ વોરા (ઉ.વ. ર૪) એ ત્રંબા ગામ નજીક કારખાનામાં હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લોટસ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. ધીરૂભાઇ  તથા રાઇટર કલ્પેશભાઇએ તપાસ આદરી છે. મૃતક પ્રકાશને કમ્મરનો દુઃખાવો સહન ન થતા તેથી કંટાળી જઇ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.

(3:48 pm IST)