Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અટીકા પાસેથી ચોરાઉ એકટીવા સાથે મયુર ઉર્ફે મન્નો પકડાયો

રાજકોટ, તા. ૧૮ :. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે. ગઢવી, પીએસઆઈ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. રણજીતસિંહ, મહેન્દ્રસિંહ, હીરેનભાઈ, સલીમભાઈ, પ્રતાપસિંહ, દેવાભાઈ, ભાવેશ, વાલજીભાઈ, દિવ્યરાજસિંહ અને મનિષભાઈ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે મયુર ઉર્ફે મન્નો કિશોરભાઈ ઉર્ફે બાવાભાઈ રાઠોડ (ઉ.વ. ૨૫, રહે. ઢેબર કોલોની મદ્રેસા પાસે કવાર્ટર નં. ૧૬૨ ભાડે)ને અટીકા શેરી નં. ૩માં બગીચા પાસેથી ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

(3:47 pm IST)