Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

શિક્ષક ધિરાણ ગ્રાહક સહકારી મંડળીની સામાન્ય સભા

 રાજકોટ : શહેર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. રાજકોટની રપમી વાર્ષિક સાધારણ સભા ડીલાઇટ પાર્ટી પ્લોટ, ૧પ૦ ફીટ રીંગ રોડ-ર, રાજકોટ ખાતે મંડળીના પ્રમુખ મનીષભાઇ ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી. ઉપસ્થિત તમામ સભાસદોને આશિર્વચન પાઠવવા બી.એ.પી.એસ. મંદિરના સંત નિર્દેશક પૂ. અપૂર્વ મુનિ સ્વામી વિશેષ ઉપસ્થિતિ હતા. તેઓએ કહ્યું કે શ્રી પ્રમુખ સ્વામી મહારાજે આવડતની વ્યાખ્યા આપતા કહ્યું છે કે બધાને સાથે રાખીને કામ કરતા આવડે તેને આવડત કહેવાય. મંડળીના હોદેદારો સભાસદને સાથે રાખીને કામ કરે એટલે પ્રગતિ થાય જ. દરેક માનવીને શકિત, બુદ્ધિનો અભિગમ આપયો છે તેને સાચવતા અને વાપરતા શીખો. આ સાધારણ સભા નહિ અસાધારણ સભા છે ત્યારે સભાસદો, શિક્ષકોએ ટાવરની ભૂમિકા નિભાવવાની છે. શિક્ષકોના વાણી, વિચાર, વર્તન સમાજ પર અનેરી છાપ છોડે છે જેમ રકતદાન કરવાની નવું લોહી વહે છે તેમ તમારા જ્ઞાનના પ્રકાશ પુંજને વહાવો. નવું જ્ઞાન આપોઆપ મળશે. સહકારી મંડળીનો ઉદેશ્ય હોય છે કે, એક બીજાને મદદરૂપ થવું અને એક બીજા સાથે જોડાવું, મિલન, મદદ, માફી વગેરેને પ્રાધ્યાન આપો. મંડળીના સભ્ય, કુટુંબના સભ્ય, અધ્યાત્મ, શાસ્ત્ર વગેરે સાથે કનેકટ રહો તો કવરે જ મળશે. સાથોસાથ ઇઝરાયેલ, દુબઇ, અવકાશયાન, સાબરના શિગડા વગેરેના દૃષ્ટાંતો આપ્યા હતાં. આ સાથે તેમણે અંતમાં કહ્યું કે ન ભાવતાને નભાવતા આવડે એજ સાચી સમજ છે આ તકે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી ડો. આર.એસ. ઉપાધ્યાયે સભાસદોને મુલ્યલક્ષી શિક્ષણ, સહકાર સંગઠનની ભાવનાને જાગૃત રાખવા મંડળીના હોદેદારો સભાસદોને શુભેચ્છા આપી હતી.  હોદેદારોના સહયોગથી મંડળીએ પ્રગતિ કરેલ તથા મંડળીના પ્રમુખ, મંત્રીઓ સર્વશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ધીરજલાલ ટીલાવાળા, વૃજલાલ વેકરીયા, મનીષભાઇ ભટ્ટ, એન.ડી. વિરમગામાનું પૂ. અપૂર્વ મુનિના હસ્તે વ્યકિત વિશેષ સન્માન કરતા શિલ્ડ, શાલ, પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. ઉપરાંત બોર્ડના વર્તમાન તમામ ડાયરેકટરોનું જીલ્લા શિક્ષણાધિકારી ડો. આર.એસ. ઉપાધ્યાયના હસ્તે સન્માન કરાયું હતું.  મંંડળીના પ્રમુખ મનીષભાઇ ભટ્ટે પ્રાસંગિક પ્રવચનમાં મંડળીનો અહેવાલ આપ્યો. મંત્રી એન.ડી. વિરમગામાએ વર્ષ ર૦૧૮-૧૯ના વર્ષિક હિસાબો, ૮૪ લાખનો નફો, નફાની ફળવણી, ૧ર ટકા ડીવીડન્ડ તથા અડધા ટકા વ્યાજ ઘટાડાની તેમજ ભેટ વિતરણની જાહેરાત કરી સાધારણ સભાનું સંચાલન ઉપપ્રમુખ દેવેન્દ્રભાઇ દવેએ કર્યું હતું. બોર્ડ ઓફ ડાયરેકટરના સભ્યો ભુપેન્દ્રસિંહ જાડેજા, જયંતભાઇ ગડારા, સંજયભાઇ પંડયા, ડો. લીલાભાઇ કડછા, પ્રધ્યુમનસિંહ રાણા, ડો. પ્રવિણાબેન આટકોટીયા, ભારતીબેન સનીસરા, ભુપેન્દ્રભાઇ પટેલ વગેરે ઉપસ્થિત હતાં તે સમયની તસ્વીર.

(3:47 pm IST)