Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

શનિવારે વીવીપીના બે ઓડીટોરીયમનું વિજયભાઇના હસ્તે ઉદ્દઘાટન

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સ્વનિર્ભર ડીગ્રી ઇજનેરી કોલેજ તથા ઇન્ડીયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન દ્વારા ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર વી.વી.પી. ઇજનેરી કોલેજ ૨૩ વર્ષના સમયગાળામાં ગુજરાત દેશની અગ્રગણ્ય ઇજનેરી કોલેજમાં પોતાનું સ્થાન  અંકિત કરી ચૂકી છે. વી.વી.પી. ઇજનેરી કોલેજના સંકુલમાં બે ઓડીટોરીયમનું અત્યાધુનિક ટેકનોલોજીયુકત નવનિર્મિત ઓડીટોરીયમોનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે તા.૨૦ને શનિવારના કરવામાં આવનાર છે, તેના વિશે વિશેષ માહિતી આપતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, આર્કીટેકચર કોલેજના નિયામક કિશોરભાઇ ત્રિવેદી તેમજ વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો.જયેશભાઇ દેશકરે જણાવ્યું હતું કે, વી.વી.પી. કોલેજમાં પી.ડી. ચિતલાંગીયા ઓડીટોરીયમ તેમજ સ્વ. આશીષભાઇ પ્રવીણભાઇ મણીઆર નવનિર્મિત ઓડીટોરીયમમાં મલ્ટી-મીડીયા પ્રોજેકટર, સ્કીન, એકોસ્ટીક સાઉન્ડ સિસ્ટમ, પુશ બેક ચેર, સંપૂર્ણ વાતાનુકુલીત વ્યવસ્થા ધરાવતા ૧૯૪ બેઠકો તથા ૧૨૦ બેઠકો સાથેના આ બે ઓડીટોરીયમો ૧,૯૦૦ તથા ૧૪૫૦ સ્કવેર ફીટમાં પથરાયેલ બન્ને ઓડીટોરીયમ થકી વિદ્યાર્થીઓ માટે તજજ્ઞ વ્યાખ્યાન તથા તકનીકી જ્ઞાન સુલભ બનશે.

(3:46 pm IST)