Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ઢેબર રોડ પર કારખાનામાં આગ

રાજકોટ તા.૧૮: ઢેબર રોડ પર રીધ્ધી સીધ્ધી શીવાલયામાં આવેલ સ્વામી ઓફ સેટ નામના કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.

જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળપર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર રીધ્ધીસીધ્ધી શીવાલયમાં આવેલ સ્વામી ઓફસેટ નામના પુઠાના કારખાનામાં આગ લાગતા તેની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ એક ફાયર ફાઇટર સાથે સ્થળપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ કારખાનામાં પૂઠાના પાર્સલમાં લાગી હતી. બનાવ બનતા કારખાનાના માલીક લાખાભાઇ સોજીત્રા દોડી આવ્યા હતા. આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યુ છે.

(3:44 pm IST)