Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

દબાણને વશ નહિ... પુર્ણ સુવિધાવાળી કોલેજોને મંજુરી અપાશેઃ મેહુલ રૂપાણી

રાજકોટ, તા., ૧૮: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી ખાનગી કોલેજોની મંજુરીનો વિવાદ ચાલી રહયો છે ત્યારે વિજ્ઞાન વિદ્યા શાખાના ડીન મેહુલ રૂપાણીએ સ્પષ્ટ કર્યુ છે કે સુવિધાવાળી કોલેજોને જ મંજુરી આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન મેહુલ રૂપાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૪ર ખાનગી વિજ્ઞાન પ્રવાહની  કોલેજો માટેની દરખાસ્ત આવી છે તેમાં બીએસસી, ડીએમએલટી, પીજીડીસીએ અને બીસીએના અભ્યાસક્રમ માટે આવેલી દરખાસ્તની ચકાસણી કરવામાં આવી રહી છે. દરખાસ્ત કરનાર કોલેજો પાસે પુરતી સુવિધા છે કે કેમ? તેની રૂબરૂ સ્થળ તપાસ, શૈક્ષણીક સ્ટાફ, જગ્યા, લેબોરેટરી સહિતના મુદ્દા ચકાસણી કરવામાં આવશે. બાદમાં જ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવી કોલેજોને મંજુરી આપશે.મેહુલ રૂપાણીએ અંતમાં જણાવ્યું હતું કે કોઇ પણ જાતના દબાણને વશ નહિ થવાય. માત્ર સુવિધાવાળી સંસ્થાને જ નવી કોલેજોની દરખાસ્ત મંજુર કરવામાં આવશે.

(3:41 pm IST)