Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મધ્ય પ્રદેશના જાવરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉત્પાદન થતાં ગેસ સ્ટવના બોગસ ટ્રેડ માર્કની તપાસમાં પોલીસ રાજકોટ દોડી આવીઃ રાજકોટના ડિલરની પુછપરછ

રાજકોટ તા. ૧૮: મધ્યપ્રદેશ પોલીસ આજે રાજકોટ તપાસાર્થે દોડી આવી હતી. જાવરા પોલીસ સ્ટેશન નીચેના એક વિસ્તારમાં ગેસ સ્ટવ અને તેના પાર્ટસ બનાવતી કંપની સામે નોંધાયેલી ટ્રેડ માર્ક હેઠળની ફરિયાદ સંદર્ભે આ ટૂકડી રાજકોટ દોડી આવી હતી અને એડીશનલ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી તથા એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની મદદથી રાજકોટમાં રહેતાં કંપનીના એક ડિલરના નામ સરનામે પહોંચી પુછપરછ કરી હતી. એમપીના ઉત્પાદકે બોગસ ટ્રેડમાર્ક જે અગાઉથી અન્ય કંપનીએ નોંધાવેલો હોવાથી તેની સામે કાર્યવાહી અંતર્ગત ટૂકડી રાજકોટ આવી છે.

(4:02 pm IST)