Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગઃ વાહન ચેકીંગ ઝુંબેશઃ જુના ગુનેગારોના ઘરે જઇ તપાસ

રાજકોટઃ આજીડેમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા થોડા દિવસ પહેલા આજીડેમ ચોકડી અને ગોંડલ રોડ ચોકડીએ આડેધડ વાહનો રાખી ટ્રાફિક જામ કરનારા ચાલકો સામે ધોંસ બોલાવાઇ હતી. દરમિયાન ગત  રાત્રે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી એચ.અલ. રાઠોડની સુચના મુજબ ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડ તથા ટીમે આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારો ગુલાબનગર, રણુજા નગર, શિવધામ, આજીડેમ ચોકડી સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરી વાહન ચેકીંગ કર્યુ હતું. જુના છાપેલા કાટલાઓના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. પેટ્રોલીંગ-વાહન ચેકીંગના દ્રશ્યો જોઇ શકાય છે.

(3:27 pm IST)