Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

'વૈદિક અભિગમ, જીવન એક જશન' વિશે રવિવારે આચાર્ય વ્રજલાલનું વકતવ્ય : જાહેર આમંત્રણ

રાજકોટ : દરેક જીવન વિષયક પ્રવૃતિના કેન્દ્રમાં વ્યકિત વિકાસ જ હોવો જોઈએ. વ્યકિત વિકાસ એટલે મારા અને પ્રભુના વચ્ચેનું અંતર ઘટેલ છે તેની અપરોક્ષાનુભૂતિ. વેદના વિચારોને જન - સાધારણ સુધી પહોંચાડીને ઋષિમુનિઓએ જે પુરૂષાર્થ કરેલ છે. વેદ વિચાર આશ્રમ - રાજકોટ ક્ષોત્રિય તેમજ બ્રહ્મનિષ્ઠ આચાર્ય શ્રી વૃજલાલની ઉપસ્થિતિમાં પ્રેરાઈને મુમુક્ષુઓએ અદ્વેતના આચરણ દ્વારા પોતાનામાં સરળતા, નિર્દોષતા, સાદગી, નિષ્પાપતા વિ.સદ્દગુણોને આત્મસાત કરી વેદ વિચારોને મૂર્તિમંત બનાવેલ છે. આચાર્ય વૃજલાલજી તા.૨૧ના રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે પારસ કોમ્યુનિટી હોલ (નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે) 'વૈદિક અભિગમ, જીવન એક જશન છે' વિષય ઉપર ચિંતન રજૂ કરશે. જાહેર આમંત્રણ અપાયુ છે.

તસ્વીરમાં આચાર્ય શ્રી વૃજલાલ વી. વાજા (મો.૯૮૨૫૦ ૭૫૮૪૬), જગદીશભાઈ બી. બગડાઈ, પ્રવિણભાઈ દુધાત્રા, બીપીનભાઈ જોષી, મનોજભાઈ બગથરીયા, નટુભાઈ રાઠોડ અને રમેશભાઈ ઘોડાસરા નજરે પડે છે.

(3:25 pm IST)