Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

દારૂ પીતો હોઇ શેઠે રૂમ ખાલી કરવાનું કહેતાં જયેશે એસિડ પીધું

યુવાન કહે છે-અઠવાડીએ એકવાર થાક ઉતારવા પીવ છું...

રાજકોટ તા. ૧૮: શાપર વેરાવળમાં ગોદાવરી ગેઇટમાં અતુલ એન્જિીનીયરીંગમાં કામ કરતાં અને નજીકમાં કારખાનાની ઓરડીમાં રહેતાં જયેશ હીરાભાઇ મકા (ઉ.૩૦) નામના મૈયા દરબાર યુવાને એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જયેશના કહેવા મુજબ પોતે બાર-તેર વર્ષથી આ કારખાનામાં કામ કરે છે અને ચાર ભાઇ એક બહેનમાં નાનો છે. હાલમાં પોતે દર અઠવાડીએ બુધવારે એક વખત થાક ઉતારવા દારૂ પીતો હોઇ તેની જાણ શેઠને થઇ જતાં રૂમ ખાલી કરી જતાં રહેવાનું કહેતાં પોતાની પાસે રહેવાની બીજી વ્યવસ્થા ન હોઇ ચિંતાને કારણે એસિડ પી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર જાણ કરી હતી.

(11:49 am IST)