Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મ્યુ.કોર્પોરેશન દ્વારા માઁ વાત્સલ્ય કેમ્પ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિનની અનોખી ઉજવણી : ર ઓગષ્ટે યોજાનાર કેમ્પમાં વધુને વધુ લાભાર્થીઓને લાભ લેવા બિનાબેન આચાર્ય, ઉદય કાનગડ તથા જયમીન ઠાકરનો અનુરોધ

રાજકોટ , તા., ૧૭: રાજકોટ મહાનગરપાલિકાના મેયરબીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર યાદીમાં જણાવવામાં આવેલ છે કે આગામી તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૩ માં જન્મદિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગતમાં વાત્સલ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવનાર છે. તેમ રાજકોટવાસીઓનું ગૌરવ એવા મુખ્યમંત્રીનો ૬૩ માં જન્મદિવસની ઉજવણી રાજકોટવાસીઓની સેવાકીય પ્રવૃત્ત્િ।ઓના વ્યાપ વધારવાના ઉમદા ઉદેશથી નક્કી કરેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની જનતા માટે અનેકવિધ યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે તેને ગુજરાતની જરૂરીયાતમંદ જનતાને ખુબ જ મોટા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે તેના અનુસંધાને ૨ ઓગસ્ટ ૨૦૧૯ ના રાજકોટ શહેરના ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારો માટે મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ તેમના જન્મદિવસની ઉજવણી સરકારલક્ષી અનેકવિધ યોજનાઓનો લાભ મળે એ હેતુથી કોર્પોરેશનના પદાધિકારીઓ અને જીલ્લા વહિવટી તંત્રને જણાવેલ જેના અનુસંધાને મુખ્યમંત્રીવિજયભાઇના આ ઉમદા વિચારને ઉપાડીને રાજકોટ મહાનગરપાલિકા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ એક મહા મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે રાજકોટના પનોતા પુત્ર તથા આપણું રાજકોટવાસીઓનું ગૌરવ એવા માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું હોમટાઉન રાજકોટ છે.  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિન વધામણી નિમિતે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના લાભાર્થીઓ માટે માં વાત્સલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

આ કેમ્પ માટે જુદી જુદી આવાસ યોજનાના લાભાર્થી, ચારણ ગઢવી સમાજ, બાંધકામ શ્રમિકો, પ્રજાપતિ સમાજ, સમસ્ત કડવા પટેલ સમાજ, વાલ્મીકી સમાજ, સફાઈ કામદાર, દિવ્યાંગ પરિવારના ખુબ જ સહકાર મળી રહેલ છે તેમજ કેમ્પમાં આ સમાજના અગ્રણીશ્રીઓ તેમજ લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા જણાવેલ છે કે રાજકોટ શહેરના જરૂરીયાતમંદ લોકો નાણાકીય મુશ્કેલીનો સામનો કર્યા વગર તેઓની જરૂરિયાતવાળી વધુ સારી તથા સુદ્રઢ આરોગ્ય સેવાઓનો લાભ મેળવી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ સતત પ્રયત્નશીલ રહી આ કામગીરીને અગ્રતાના ધોરણે કરાવવામાં આવી રહેલ છે.

(3:46 pm IST)