Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

BSNL બ્રોડબેન્ડ કોમ્બો ગ્રાહકો માટે દેશભરમાં અનલિમીટેડ ફ્રી કોલીંગ સૂવિધાઃ આકર્ષક ફેમીલી પ્લાનઃ અશોક ઉપાધ્યાય

પત્રકાર પરીષદ સંબોધતા જનરલ મેનેજરઃ પારિવારિક પ્લાનમાં લેન્ડલાઇન બ્રોડ બેન્ડ અને ત્રણ મોબાઇલ કનેકશન : ટેલીકોમ તંત્ર દ્વારા સોૈથી સસ્તા અનલિમીટેડ બ્રોડબેન્ડ-કોલીંગ પ્લાનની પણ ખાસ ઓફર

BSNL  રાજકોટના જનરલ મેનેજર શ્રી અશોકકુમાર ઉપાધ્યાયે આજે પત્રકાર પરીષદ સંબોધી હતી ત્યારની તસ્વીર, બાજુમાં ઉચ્ચ અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૧૮: BSNL રાજકોટના જનરલ મેનેજર શ્રી અશોકકુમાર ઉપાધ્યાયે પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યું હતું કે, BSNL દ્વારા તેના બ્રોડબેન્ડ કોમ્બો ગ્રાહકો માટે દેશભરમાં અનલિમીટેડ ફ્રી કોલીંગ ની સુવિધા તારીખ ગયા મહિનાથી થી શરૂ કરેલ છે જે મુજબ રૂ. ૬૪૫ કે તેથી વધુના માસિક ભાડા વાળા બ્રોડબેન્ડ કોમ્બો પ્લાનના ગ્રાહકોને દેશભરમાં બધા જ નેટવર્ક પર ફ્રી અનલિમીટેડ કોલીંગ ની સુવિધા મળશે. આજ રીતે રૂ.૨૪૯ કે તેથી વધુ અને રૂ. ૬૪૫ થી ઓછા માસિક ભાડા વાળા બ્રોડબેન્ડ કોમ્બો પ્લાનના ગ્રાહકોને દેશભરના BSNL નેટવર્ક પર ફ્રી અનલિમીટેડ કોલીંગની સુવિધા મળવાની સાથે સાથે રાત્રીના ૧૦:૩૦ થી સવારે ૬ વાગ્યા સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધાજ  નેટવર્ક પર ફ્રી અનલિમીટેડ કોલીંગની સુવિધા ચાલુ રહેશે. આ માટે ગ્રાહકોએ કોઇપણ જાતનો વધારાનો ખર્ચ ભોગવવાનો રહેશે નહી.

BSNL દ્વારા પ્રસ્તુત છે. આકર્ષક ફેમીલી પ્લાન

BSNL ગુજરાત ટેલિકોમ સર્કલે પોતાના ગ્રાહકો માટે આકર્ષક પારિવારિક પ્લાન BBG COMBO ULD 1199 Family શરૂ કરેલ છે. જેમાં લેન્ડલાઇન, બ્રોડબેન્ડ અને ત્રણ મોબાઇલ કનેકશન મળશે. આમાનાં લેન્ડલાઇન અને ત્રણ મોબાઇલ કનેકશનથી ગ્રાહકો આખા ભારતવર્ષના બધાજ નેટવર્ક પર ૨૪ કલાક ફ્રી અનલિમીટેડ વોઇસ કોલ્સ કરી શકશે, તથા 10 Mbps ની શરૂઆતની સ્પીડ થી ફ્રી અનલિમીટેડ બ્રોેડબેન્ડની સુવિધાની સાથે મ્યુઝિક, ગેમ્સ, મૂવીસ ઓન ડિમાંડ વિગેરે સર્વિસ ફ્રીમાં મળશે. ત્રણે મોબાઇલ પર ૨૪ કલાક ફ્રી અનલિમીટેડ વોઇસ કોલ્સની સુવિધાની સાથે સાથે રીંગબેક ટોન અનેBSNL  એરિયામાં રોમિંગ ની સેવા ફ્રીમાં મળશે, આ સિવાયના ત્રણમાં ના એક મોબાઇલ નંબર પર ફ્રી ઓનલાઇન TV અને ધોરણ ૧૨ સુધીનાં વિદ્યાર્થીઓ માટે કોઇપણ એક વિષય પર એક માસ માટે ઓનલાઇન એજયુકેશન પણફ્રી આપવામાં આવશે.

BSNL દ્વારા સોૈથી સસ્તા અનલિમીટેડ અને અનલિમીટેડ કોલીંગ પ્લાનની ઓફર

જી એમ શ્રી ઉપાધ્યાયે ઉમેર્યુ હતું કે, BSNL દ્વારા નવા બ્રોડબેન્ડ ગ્રાહકો માટે 45GB, 150GB,300 GB અન 600GB ના કોમ્બો પ્લાન્સ અનુક્રમે રૂ. ૯૯,રૂ.૧૯૯, રૂ. ૨૯૯ અને રૂ. ૪૯૧ પ્રતિ માસના ભાડામાં શરૂ કરેલ છે. આ દરેક પ્લાનમાં દરરોજ 20Mbps સુધીની સ્પીડ અનુક્રમે 1.5GB, 5GB, 10GB અને 20GB સુધી મળશે. અને ત્યારબાદ 1Mbps સુધીની સ્પીડથી અનલિમીટેડ ઇન્ટરનેટ ની સુવિધા સાથે આ બધા જ પ્લાનમાં દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમીટેડ ફ્રી કોલીંગની સુવિધા મળશે. ઉપરોકત પ્લાન માં 45GB નો કોમ્બો પ્લાન સોૈથી સસ્તો છે જેમાં દરરોજ 20Mbps સુધીની સ્ૅપીડ 1.5GB સુધી અને ત્યારબાદ 1Mbps  સુધીની સ્પીડથી અનલિમીટેડ ઇન્ટરનેટની સુવિધા સાથે દેશભરના બધાજ નેટવર્ક પર અનલિમીટેડ ફ્રી કોલીંગની સુવિધા સોૈથી ઓછા ભાડામાં એટલે કે ફકત રૂ. ૯૯ પ્રતિ માસમાં મળશે.

પત્રકાર પરીષદમાં ડેપ્યુટી જનરલ મેનેજર સર્વશ્રી આર.પી. કાલરીયા, વી.કે. ફુલતરીયા, એમ.એમ. પીપળીયા, ફાયનાન્સ મેનેજર સુભાષ એચ.શેઠ, માર્કેટીંગ સેકસનના સી.એમ.ડી. પરમાર તથા અન્યો ખાસ ઉપસ્થિત રહયાં હતા. પત્રકાર પરિષદનું સંચાલન અધિકારીશ્રી અશોક હિંડોચાએ કર્યુ હતું.

પત્રકાર પરીષદ દરમિયાન ચોમાસાના  ફોલ્ટ સેન્ટર અંગે BSNL અધિકારીઓ ઉપર તડાપીટ પણ બોલી હતી, વેપારીવર્ગ ફોનના ડબલા મૂંગા હોય ફરિયાદ કરવા રીપેર ન થતા હોય, નારાજ હોવાની વિગતો જીએમ સમક્ષ રખાઇ હતી.

જીએમશ્રી ઉપાધ્યાય દ્વારા આગમી ૧ થી ૨ વર્ષમાં રાજકોટ ટેલીફોનનાક તમામ એક્ષચેંજ એનજીએનમાં પરિવર્તન કરી દેવાની જાહેરાત કરી ઉમેર્યુ હતું કે હાલ કોઇ મોટો કેબલ ફોલ્ટ રાજકોટમાં નોંધાયો નથી. (૧.૧૦)

બીએસએનએલ અનલીમીટેડ વોઇસ કોલ્સ : ત્રણ મહત્વના પ્લાન

રાજકોટ : બીએસએનએલ રાજકોટના જનરલ મેનેજર શ્રી અશોક ઉપાધ્યાયે અનલીમીટેડ વોઇસ કોલ અંગે જાણકારી આપી હતી, જેમાં ત્રણ મહત્વના પ્લાન એસટીવી-૩૧૯-અનલીમીટેડ કોલ્સ (૯૦ દિવસ), એસટીવી-૯૯-અનલીમીટેડ કોલ્સ કોલર ટયુન (ર૬ દિવસ) તથા અસટીવી-૩૯ અનલીમીટેડ કોલ્સ-૧૦૦ અસએમએસ-કોલર ટયુન -૧૦ દિવસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એસટીવી-૧૧૮માં અનલીમીટેડ કોલ્સ, ૧ જીબી ડેટા-કોલર ટયુન (ર૮ દિવસ) અંગે વિગતો અપાઇ હતી. (૮. ૧૭)

(4:23 pm IST)
  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST

  • સાબરકાંઠામાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો : ગાયત્રી હોસ્પિટલમાં કામ કરતો'તો : આરોગ્ય અધિકારીએ સોનોગ્રાફી મશીન સીલ કર્યુ access_time 5:59 pm IST

  • નાયબ નિયામકની ઓફીસમાં એસીબીના દરોડા : વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિમાં ગોટાળાને લઈને દરોડા પાડ્યા : નિયામકના એકાઉન્ટ સીલ કરાયા access_time 6:01 pm IST