Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે ગયેલી પોલીસ સાથે તબીબનું ગેરવર્તન

રાજકોટ : રામનાથપરામાં રહેતો સિકંદર કાદરી પર બે શખ્સોએ છરી તથા બેટ વડે હૂમલો થતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બાબતે એ. ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તેની તપાસ માટે પીએસઆઇ આર. સી. રામાનુજ, એએસઆઇ સહિત સીવીલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. ત્યારે પીએસઆઇ આર. સી., રામાનુજે વોર્ડમાં તબીબ આકાશને દર્દી સીકંદર વિશે પુછતા તબીબ આકાશે જવાબ ન આપી બેહુદુ વર્તન કરતા બંને વચ્ચે ચડભડ થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતાં. બાદ સીકયુરીટી બોલાવી પડી હતી. બાદ મામલો થાડે પડયો હતો.

(4:22 pm IST)