Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ટ્રેકટર ખરીદી, ટાયર-ટયુબ ખર્ચ અને મેરેથોન દોડના ખર્ચની દરખાસ્તોમાં કોંગ્રેસના ઘનશ્યામસિંહ અને નીતિનભાઈનો વિરોધ

રાજકોટ :. આજની સ્ટેન્ડીંગ કમિટિમાં મ્યુ. કોર્પોરેશનમાં ટ્રેકટર ખરીદવાની દરખાસ્તમાં ૫૯ હજારનો ભાવ વધારો હોવાના આક્ષેપ સાથે અને ટાયર-ટયુબ ખરીદી વગર ટેન્ડરે કરવામાં આવી હોય તે બાબતે તથા મેરેથોન દોડ સ્પર્ધાનો ખર્ચ વધારે પડતો હોય આ તમામ દરખાસ્તોમાં કોંગ્રેસના સભ્યો ઘનશ્યામસિંહ જાડેજા તથા નિતીનભાઈ રામાણીએ વિરોધ દર્શાવ્યો હતો. જો કે આ દરખાસ્તો પૈકી મેરેથોન તથા ટાયર-ટયુબ ખરીદીની દરખાસ્તો સ્ટેન્ડીંગ કમિટિમાં અગાઉથી જ પેન્ડીંગ રાખવાનો નિર્ણય લેવાય ગયો હતો.(૨-૧૫)

 

(4:22 pm IST)
  • સાબરકાંઠામાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો : ગાયત્રી હોસ્પિટલમાં કામ કરતો'તો : આરોગ્ય અધિકારીએ સોનોગ્રાફી મશીન સીલ કર્યુ access_time 5:59 pm IST

  • સંજીવ ભટ્ટની સિકયુરીટી પાછી ખેંચી : પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટને આપવામાં આવેલ સિકયુરીટી અચાનક આજે સવારે પાછી ખેંચી લેવામાં આવી access_time 5:59 pm IST

  • મનાલીમાં વાદળ ફાટયુ : અડધો ડઝન વાહનો દટાયાઃ કુલુ-મનાલી નેશનલ હાઇવે બંધઃ ભારે તબાહીઃ જો કે જાનહાની નથી access_time 4:13 pm IST