Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ''મેરેથોન''?૩ દરખાસ્તો પેન્ડીંગ-૧ના મંજુર

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ આકરા પાણીએઃ દરખાસ્તોનું ઓડીટ :મેરેથોનના આયોજનથી મંડપના ૯૪ લાખ સેપ્ટીપીનનો ર.૬પ લાખનો ખર્ચ શંકાસ્પદઃ વગર ટેન્ડરે ૬ વર્ષ સુધી ટાવરોની ખરીદી અને વીનાઇલ સ્ટીકરની દરખાસ્તો પેન્ડીંગ રાખવી સ્ટેન્૯ીંગ કમીટી? અંડર બ્રીજમાં ૧૭ લાખના ખર્ચે પ્રતિમા મુકવાની દરખાસ્ત ના મંજુર

રાજકોટ, તા. ૧૮ :. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં મેરેથોન દોડનો ખર્ચ મંજુર કરવા સહિતની ૩ જેટલી દરખાસ્તમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે આ તમામ દરખાસ્તો પેન્ડીંગ રાખી અને તેનુ ઓડીટર પાસે ચેકીંગ કરાવવાનો નિર્ણય લેતા ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત મહિલા કોલેજ અન્ડરબ્રીજમાં રૂ. ૧૭ લાખના ખર્ચે પ્રતિમાઓ મુકવાની દરખાસ્તને નામંજુર કરી નાખવાનો નિર્ણય લેવાયો હતો.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ હતુ કે, મેરેથોન દોડનું આયોજન મ્યુ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યુ હતું. જેનો રૂ. ૯૯ લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટિમાં આવી હતી. આ દરખાસ્તનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરતા એવુ બહાર આવ્યુ હતુ કે, તેમા રૂ. ૨.૬૫ લાખ સેફટી પીન ખરીદવામાં આવ્યાનું અને મંડપ સર્વિસ પાછળ ૪૩ લાખનો ખર્ચો થયાનું જોવા મળતા આ ખર્ચાઓમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય આ દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી છે.

તેવી જ રીતે ટેન્ડર વગર રૂ. ૯૬ લાખના ટાયર-ટયુબની ખરીદી ૬ વર્ષ દરમિયાન કરવામાં આવી આ ખર્ચ પણ શંકાસ્પદ હોય આ દરખાસ્તને પેન્ડીંગ રખાય છે. જ્યારે પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયની પ્રસિદ્ધિ માટે રૂ. ૧.૪૩ લાખના વિનાઈલ સ્ટીકર લગાડવાની દરખાસ્ત પણ પેન્ડીંગ રખાય છે કેમ કે આ દરખાસ્તમાં જે ભાવ રજૂ થયા છે તેના કરતા બજારમાં અડધી કિંમતે આ સ્ટીકરો બનતા હોવાનું સ્ટેન્ડીંગ કમિટિની જાણમા આવતા આ દરખાસ્ત અંગે પણ તપાસ માટે પેન્ડીંગ રાખવા નિર્ણય લેવાયો છે.

જ્યારે મહિલા કોલેજ અન્ડરબ્રીજમાં પ્રતિમાઓ પાછળ રૂ. ૧૭ લાખનો ખર્ચ કોઈ હેતુ વગરનો હોઈ આ દરખાસ્તને નામંજુર કરવામાં આવી હતી.

શ્રી કાનગડના જણાવ્યા મુજબ ઉપરોકત શંકાસ્પદ ખર્ચાવાળી દરખાસ્તોનું ચીફ ઓડિટર પાસે ચેકીંગ કરાવવામાં આવશે.(૨-૧૪)

(4:20 pm IST)