Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રૂડાનો ઐતિહાસિક નિર્ણયઃ બાવન ગામમાં ખુલ્લા પ્લોટ ધરાવતા પરિવારોને બાંધકામ માટે ૩II લાખની સહાય

પ્રધાનમંત્રી આવાસ યોજના-૨૦૨૨ સુધીમાં ''દરેકને ઘર'' તરફનું લક્ષ્યાંક પાર પાડવાની કવાયત શરૂ : બિલ્ડરો પાસેથી મહિલાના નામે ફલેટ લેનાર નબળા વર્ગના૧ હજારથી વધુ આસામીને રાા લાખની સહાય આપશે: ૫૨-ગામના ૮ થી ૧૦ હજાર પરિવારોને ૩II લાખની સહાય મળવાની શકયતાઃ વાર્ષિક ૩ લાખથી ઓછી આવકનો ક્રાઇટ એરીયા

રાજકોટ તા.૧૮: રૂડાના સીઇઓ શ્રી પરિમલ પંડયાએ આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં મહત્વના ઐતિહાસિક નિર્ણય અંગે જાણકારી આપી હતી.

 

શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યુ હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર એ તરફ અને એ લક્ષ્યાંક પાર પાડવા માટે અમે કાર્યવાહી હાથ ધરી છે, અને આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

શ્રી પંડયાએ ઉમેર્યુ હતું કે, રૂડા વિસ્તારમાં આવતા પર-ગામોના જે પરિવાર પાસે પાતાનો ખૂૂલ્લો પ્લોટ હશે અને આ પરિવારની વાર્ષિક આવક ૩ લાખથી ઓછી હશે તેવા પરિવારોને ૩II લાખની રોકડ સહાય મકાન બાંધવા માટે ચુકવવામાં આવશે. અને આ માટે મહત્વના નિયમો પણ બનાવાયા છે.

અત્રે એ નોંધનીય છે કે રૂડા હેઠળ આવતા પર-ગામોમાં અંદાજે ૮ થી ૧૦ હજાર પરિવારો એવા છે કે જેમની વાર્ષિક આવક ૩ લાખથી ઓછી છે, આવા લોકોને આ મહત્વનો લાભ મળી શકે છે.

શ્રી પંડયાએ બીજો નિર્દેશ પણ આપ્યો હતો કે, રૂડા વિસ્તારમાં જે બિલ્ડરોએ ફલેટ બાંધ્યા છે, અને તેમના ફલેટ નબળા વર્ગના લોકોએ પોતાના પરિવારની મહિાલના નામે લીધો છે, તેવા આસામીને પણ રૂ. ૨II લાખની સહાય ચૂકવવામાં આવશે, સરકારનો આ મહત્વનો નિર્ણય છે, આ બાબતે શ્રી પંડયા સાથે બિલ્ડરોની મિટીંગ યોજાઇ હતી, અને તેમાં રપ થી વધુ બિલ્ડરોએ હાજર રહી ખાસ MOU કર્યા હતાં.

શ્રી પંડયાએ ઉમેર્યુ હતું કે મુંજકા-મોટામવા-ઘંટેશ્વરમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૪ પ્રકારના ૨૯૦૦ ફલેટ બનનાર છે, તેના ડીપીઆર મોકલી દેવામાં આવ્યા છે, જે ફાઇનલ થયે આ ૨૯૦૦ મકાન અંગે આગળ કાર્યવાહી હાથ ધરાશે. (૧.૨૦)

(4:17 pm IST)