Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

એસટીની ૭૦ નવી નકોર બસો તૈયાર થઇને પડી છે પરંતુ સીટોના અભાવે સંચાલનમાં મુકાતી નથી

અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ : ટેન્ડરોમાં વિલંબ : નિગમને રોજની ૧૦ લાખની ભારે નુકશાની

રાજકોટ, તા. ૧૮: હાલ એસટી તંત્ર પાસે ઓવર ઓલ- ૨ ૯ ટકા જુના વાહનો છે જે એસ. ટી. બસો સંચાલનનો છે જેના કારણે પ્રવાસીઓની સલામતી નથી વિભાગ પ્રમાણે જુના વાહનો ની ટકાવારી નીચે મુજબ છે

સૌથી વધુ નડિયાદ ૪૫ ટકા

ત્યારબાદ રાજકોટ ૪૨ ટકા તજામનગર ૪૧ ટકા મહેસાણા ૩૧ ટકા ભાવનગર પાલનપુર સુરત ૩૦ ટકા અમરેલી જુનાગઢ ૨૮ ટકાઙ્ગ ભરૂચ ૨૭ ટકા બરોડા ૨૩ ટકા ગોધરા ૨૦ ટકા અમદાવાદ ૧૧ ટકા

જયારે બીજી તરફ નરોડા વર્કશોપ ખાતે ૭૦ જેટલી નવી બસો તૈયાર થઈને છેલ્લા એક માસથી બેસવાની સીટો નો સ્ટોક નહી હોવાથી તે એસટી બસો સંચાલનમાં મૂકી શકાતી નથી

સીટો બાબતે અધિકારીઓ વચ્ચેની પાર્ટીની તરફદારી વિરોધ કરવાના કારણે સીટો સમયસર મળતી નથી અને ટેન્ડરમાં વિલંબ કરવામાં આવે છે.. આ બસોની દૈનિક ૧૦ હજારની આવક ગણીએ તો એસટી નિગમને રોજની દસ લાખની આવક નો નુકસાન થઈ રહ્યું છે અને પ્રજાને સુવિધા મળતી નથી.

(4:06 pm IST)