Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

૬૫ પાનની દુકાનોમાં કોર્પોરેશનના દરોડાઃ ૧૨ કિલો પ્લાસ્ટીક જપ્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાન પીસના પ્લાસ્ટીકના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ૬૫ પાનની દુકાનોમાં ચેકીંગ હાથ ધરી ૧૨ કિલો પાન પ્લાસ્ટિક જપ્ત કરી ૧૧ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

(3:59 pm IST)