Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

લક્ષ્મીનગર નાલાએ અન્ડરબ્રીજ બનાવવાથી લાખો શહેરીજનોને રાહત

વોર્ડ નં.૮ ના કોપોરેટર નીતીનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ અઘેરા, જાગૃતિબેન ધાડિયા, વિજયાબેન વાછાણી દ્વારા યોજના પૂર્ણ કરવા કટિબધ્ધ

રાજકોટ, તા.૧૮: શહેરના વોર્ડ નં. ૮માં લક્ષ્મીનગર નાલાના સ્થળે રેલ્વેવિભાગને  અંગરબ્રીજ બનાવવાના કામ માટે એગ્રીમેન્ટ-લીઝીંગ ચાર્જના કુલ. રૂ.૨૯ લાખ ચુકવણી કરવાનું આજની સ્ટન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવતા વોર્ડ નં.૮ના કોપોરેટરોમાં જણાવ્યુ હતું કે, લક્ષ્મીનગર નાલાએ અન્ડર બ્રીજ બનાવવાથી લાખો શહેરીજનોની હાલાકીમાં ખુબજ રાહત મળશે.

 

આ અંગે વોર્ડ નં-૮નાં કોપોરેટર નીતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ અધેરા, જાગૃતિબેન ઘાડિયા, વિજયાબેન વાછાણી એક સયુંકત યાદીમાં જણાવે છે કે લક્ષ્મીનગર નાલાથી નાના મવા રોડ પર ખુબજ વિકાસ થયેલ છે.

આ નાલા ખુબજ નાનું હોવાથી ટ્રાક્રિકની સમસ્યા તેમજ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણી ભરાઇ જવાના કારણે આવન-જાવન માટે માટે વોર્ડના કોપોરેશનશ્રી અને પદાધિકારીઓ પ્રયત્નશીલ હતા. ચાલુ વર્ષે પણ લક્ષ્મીનગર નાલાની જગ્યાએ અન્ડર બ્રિજ બને તે માટે બજેટ જોગવાઇ કરવામાં આવેલ પરામર્શ બાદ અન્ડર બ્રિજ બનાવવા માટે રેલ્વે સાથે જરૂરી પરામર્શ કરવામાં આવેલ. જેના અનુસંધાને રેલ્વે વિભાગ તરફથી અન્ડર બ્રિજ બનાવવા માટે પ્રાથમિક ચાર્જ પેટે રૂ.૨૯,૦૫,૭૧૬ ભરવા કોપેરેશનને જણાવેલ જેના અનુસંધાને આજ-રોજ સ્થાપી સમિતિ દ્વારા લક્ષ્મીનગર અન્ડર બ્રિજ બનાવવા માટે પ્રાથમિક ચાર્જ પેટે ભરવાની થતી રકમ ચૂકવવાનું મંજુર કરવામાં આવેલ છે.  ભવિષ્યમાં આ બ્રિજ બનતા નાના મવા મેઇન રોડ વસતા શહેરીજનોની હાલાકીમાં ખુબજ રાહત મળશે તેમ અંતમાં કોપોરેટરશ્રીએ જણાવેલ છે.(૨૨.૧૨)

(3:56 pm IST)