Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કેપીટલ ફાયનાન્સના લાખોના લોનકૌભાંડના આરોપીની રીમાન્ડ નામંજુર

આરોપી જેલહવાલે થયા બાદ પોલીસે વધુ રીમાન્ડ માંગી હતી

રાજકોટ, તા. ૧૮ :  કેપીટલ ફાયનાન્સમાંથી લાખોની બોગસ લોન કૌભાંડમાં પકડાયેલ આરોપીની વધુ રીમાન્ડની અરજી કોર્ટે નામંજુર કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના માલવીયા નગર પો. સ્ટે.માં તા. ર૮-પ-ર૦૧૮ના રોજ એ મતલબતની એફઆઇ.આર. નોંધવામાં આવેલ હતી કે કેપીટલ ફાયનાન્સના મેનેજર સરફરાજભાઇ હાજીભાઇ હેરંજા તેમજ અન્ય અગીયાર (૧૧) આરોપીઓ વિરૂધ્ધ બોગસ ડોકયુમેન્ટ મેળવી ક્રેડીટ કાર્ડ તેમજ અન્યના નામે લોન મંજુર કરાવી તેમજ ફોર્જ ડોકયુમેન્ટ બનાવવાનો ગુનો દાખલ કરી આરોપી સરફરાજભાઇ હાજીભાઇ હેરંજા તેમજ અન્ય બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરેલ અને રીમાન્ડ મેળવેલ ત્યારબાદ આરોપીને જેલ હવાલે કરેલ હતા. જે કેસમાં માલવીયાનગર પો. સ્ટે.ના તપાસ કરનાર અધિકારી પી.આઇ. એન. એમ. ચુડાસમાએ કોર્ટમાં આરોપીના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરવા માટે અરજી દાખલ કરેલ.

વધુ તપાસ માટે આરોપીની ભેગા મળી પુછપરછ કરવી જરૂરી હોય તેથી ત્રણેય આરોપીની રીમાન્ડની જરૂર હોય તેમજ આ કામે પકડાયેલ કેપીટલ ફર્સ્ટ ફાયનાન્સ લી. દ્વારા મોકલવામાં આવેલ અસલ ફાઇલ જે તપાસના નામે કબજે કરેલ છે તે ફાઇલમાં સહીઓ કરેલ છે તે મુજબ સહીઓના નમુના લેવા માટે એફ.એસ.એલ. માં મોકલવા માટે તેમજ આરોપીઓ તપાસમાં સહકાર ન આપતા હોય માટે આ કામે આરોપી સરફરાજભાઇ હાજીભાઇ હેરંજા જેથી ન્યાયના હિતમાં આરોપીના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરવા માટે જણાવેલ જેની સામે આરોપીના એડવોકેટ બકુલ રાજાણીએ દલીલ કરેલ કે આ કામમાં આરોપીની અગાઉ પોલીસે રીમાન્ડ દરમિયાન આરોપીના નિવેદનો લીધેલ હોય તેમજ તમામ આરોપી તપાસમાં પુરેપુરો સહકાર આપતા હોય આરોપી જે કાંઇ જાણતા હતા તે બધા નિવેદનો લઇ લીધેલ હોય આરોપી તેમજ આરોપીની રીમાન્ડ પુરી થયા બાદ આરોપીના ફરી રીમાન્ડ માંગેલ ન હોય તે મુજબની એડવોકેટ બકુલ રાજાણીની દલીલો કરેલ.

ત્યારબાદ બન્ને પક્ષકારોની રજુઆતો કેસડાયરી તથા રેકર્ડ ધ્યાને લેતા રાજકોટના ચીફ જયુ. મેજી. એમ.એસ. સુતરીયાએ પોતાના હુકમમાં એવું જણાવેલ કે બધા આરોપીને સાથે બેસાડી ક્રોસ પુછપરછ કરવા રીમાન્ડની માંગણી કરેલ છે અને તમામ સત્ય હકીક બહાર આવે તેમ હોય આરોપીઓ પાસેથી સત્ય હકીકત મેળવી. સેસન્સ કોર્ટમાં ખુલે તેવું જણાતું નથી. આમ જે કારણસર આરોપીની વધુ રીમાન્ડની માંગણી કરેલ છે તે ધ્યાને લેતા ન્યાય સારૂ આરોપીની હાજરીની જરૂર જણાતી ન હોય જેથી તપાસ કરનાર અધિકારીની રીમાન્ડની અરજી નામંજુર કરવાનો હુકમ કરેલ હતો. તેમજ કેસ ડાયરી સીલ કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસમાં રાજકોટમાં સીનીયર ધારાશાસ્ત્રી બકુલ રાજાણી, રાજેન્દ્રસિંહ ગોહિલ, પ્રકાશ પરમાર, ભાવેશ હાયલીયા, ઇન્દુભા રાઓલ, સતીશ મુંગરા, અમીત જનાણી, કલ્પેશ સાકરીયા વગેરે રોકાયેલ હતા. (૯.૧૦)

(3:55 pm IST)