Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વિનાયકનગરનો નામચીન સાગર લોખીલ સ્કોર્પિયોમાં દારૂની બોટલ સાથે પકડાયો

હત્યા, હત્યાની કોશિષ, ખંડણી, અપહરણ સહિતના અનેક ગુનામાં સંડોવણી : દારૂ પી કાર લઇ નીકળેલો હરિદ્વાર સોસાયટીનો સંજય કુંભાર પકડાયો

રાજકોટ તા. ૧૮: હત્યા, હત્યાની કોશિષ, ખંડણી, અપહરણ, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાઇ ચુકેલા નામચીન સાગર ઉર્ફ પંકજ રાણાભાઇ લોખીલ (ઉ.૩૧-રહે. વિનાયકનગર-૨૦/૫, મવડી રોડ, જય મુરલીધર)ને સ્કોર્પિયો ગાડીમાં દારૂની બોટલ સાથે નીકળતાં પોલીસે પકડી લીધો હતો.

માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, ભાવેશભાઇ ગઢવી, દિલીપસિંહ જાદવ, રાહીદભાઇ, ઇન્દ્રજીતસિંહ, મયુરસિંહ, હરપાલસિંહ, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અંકુરનગર મેઇન રોડ પર સંસ્કૃતિ વિદ્યાલય પાસેથી જીજે૩સીએ-૪૮૭૯ નંબરની સ્કોર્પિયોમાં સાગર લોખીલ નીકળતાં શંકાને આધારે અટકાવી તલાશી લેવામાં આવતાં દારૂની એક બોટલ મળતાં ધરપકડ કરી પાંચ લાખની ગાડી કબ્જે કરાઇ હતી. બે મહિના પહેલા જ આ શખ્સ હત્યાના ગુનામાં જામીન મુકત થયો હતો. એ પહેલા પણ અનેક ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

જ્યારે કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટી-૨માં રહેતો સંજય કેશુભાઇ લાઠીયા (કુંભાર) (ઉ.૩૦) દારૂ પીધેલી હાલતમાં જીજે૩બીવી-૪૨૨૦ નંબરની કાર હંકારી   ૧૫૦ રીંગ રોડ પર પાટીદાર ચોકમાંથી નીકળતાં તાલુકાના એએસઆઇ એ. એમ. જાડેજા, કિરણભાઇ બાલાસરા સહિતે પકડી લીધો હતો.

(12:27 pm IST)
  • નરેન્દ્રભાઇની પ્રશ્ચિમ બંગાળના મિદનાપુર રેલીમાં જતા ભાજપના કાર્યકરોએ પોલીસ કર્મીઓ સાથે બેરહેમીથી મારઝુડ કરી : વ્યવસ્થામાં મુકાયેલા પોલીસ અધિકારી અને સહાયકોને સળિયા, ડંડા તથા ચપ્પલોથી દોડાવી-દોડાવીને માર મારતાં ૧૪ કર્મીઓ ઘાયલઃ પોલીસ કર્મીઓને બેફામ બનેલા ટોળાના સંકજામાંથી બચીને ભાગવાનો રસ્તો મળી રહયો ન હોતો access_time 11:28 am IST

  • દેશભરમાં રેલવે સ્ટેશનોમાં દૂધના આઉટડેટ ખોલાશે :રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે દૂધનો વપરાશ વધારવા દેશભરના રેલવે સ્ટેશનો પર દૂધ ઉપલબ્ધ કરાવવા યોજના બનાવાઈ રહી છે;દૂધના ઉત્પાદકોના સહયોગથી યોજના કાર્યાન્વિત કરાશે access_time 1:28 am IST

  • ૩૧ ડેમો ઓવરફલો અથવા છલોછલ : અનેક ડેમ હજુ ખાલી : ગાંધીનગર : ૯ મોટાડેમો ઓવરફલો : ૨૨ ડેમો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા : ૨૫ થી ૫૦% પાણી ભરાયુ હોય તેવા ૪૩ ડેમો : ઘણા ડેમો હજુ ખાલી જેવા : નર્મદા ડેમની સપાટી વધતી જાય છે : ૧૧૨ મીટર : મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ધમધમાટ પાણીની આવક : પ્રધાનો અલગ - અલગ વિસ્તારમાં નજર રાખી રહ્યા છે access_time 6:00 pm IST