Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા પર બળાત્કાર

મોબાઇલમાં પાડેલા ફોટા ખરાબ રીતે એડીટ કરી વોટસએપ અને ફેસબુકમાં વાયરલ કરવાની ધમકી આપી બળાત્કારઃ પરિણીતા બહેનપણીના પરિવાર સાથે ફરવાઃ ગઇતી ત્યારે ગૌરીદાસ ઉર્ફે મુન્નાએ ફોટા પાડયા'તાઃ બહેનપણીનો પતિ ગૌરીદાસ ઉર્ફે મુન્નાની ધરપકડ

રાજકોટ, તા.૧૮:  કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાના મોબાઇલમાં પાડેલા ફોટા ખરાબ રીતે એડીટ કરી વોટસ અપ અને ફેસબુકમાં વાયરલ કરવાની ધમકી આપી પરિણીતાની બહેનપણીના પતિએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતા મહિલા પોલીસ ગૌરીદાસ ઉર્ફે મુન્નો ગોરધનદાસ મેસવાણીયની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ જૂનાગઢની હાલ રાજકોટ કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યે છે કે પોતાના ૬ વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે. પોતે છુટક ઘરકામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. સાત મહિના પહેલા પોતે પતિ તથા દૂરના સગા ગૌરીદાસ ઉર્ફે મુન્નો મેસવાણીયા (રહે. રેનબો સીટી એપાર્ટમેન્ટ એ-૧ બી ૪૦૨ મોટા મવા) તથા તેની પત્ની શિલ્પા જે પોતાની સાથે છુટક ઘરકામ કરતી હોઇ અને પોતાની બહેનપણી હોય, જેથી પોતે તથા બહેનપણી સહિત ચારેય જણા બહાર ફરવા ગયા હતા. ત્યારે અમે બધાય સાથે આ ગૌરીદાસ ઉર્ફે મુન્નોના ફોનમાં ફોટા પાડયા હતા. જેમા પોતાના ફોટા પણ તેના ફોનમાં પાડયા હતા.

ગૌરીદાસ ઉર્ફે મુન્નાએ પોતાના ફોટા એડીટીંગ કરીને ખરાબ ફોટા બનાવેલ અને દોઢ મહિના પહેલા જયારે મારા પતિ  ઘરે હાજર ન હતા. ત્યારે આ ગૌરીદાસ ઉર્ફે મુન્નો મારા ઘરે આવેલ અને મને આ મારા એડીટ કરેલા ખરાબ ફોટા બતાવીને કહેલ કે જો 'તુ મારી સાથે શરીરસંબંધ નહી બાંધે તો તારા આ ખરાબ ફોટા વોટસઅપ તથા ફેસબુકમાં વાયરલ કરી દઇશ' અને તેને બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી મારી બદનામી થશે. તે ડરના લીધે આવાત મેંમારા પતિને કરી ન હતી. અને આ ગૌરીદાસ ઉર્ફે મુન્નાએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેના આ કૃત્ય બાબતે પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ એસ.ડી.સોલંકી અને રાઇટર હાજીભાઇએ મોટા મવા રેઇનબો સીટી એપાર્ટમેન્ટ એ-૧(બી)૪૦૨માં રહેતો ગૌરીદાસ ઉર્ફે મુન્નો ગૌરીદાસ મેસવાણીયા (ઉ.વ.૩૨)ની ધરપકડ કરી હતી.(૨૨.૪)

 

(11:53 am IST)