Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મેટોડા-ખિરસરા વચ્ચે રોડના નબળાં કામે ચાડી ખાધી સદ્દનસીબે ગંભીર દુર્ઘટના ન સર્જાઇઃ કન્સ્ટ્રકશન કંપની સામે પગલા લેવા તજવીજ

મેટોડા જીઆઇડીસી થી ખિરસરા વચ્ચે રોડના નવા કામમાં દાખવાયેલ ગંભીર બેદરકારીને પ્રથમ વરસાદે જ ખુલી પાડી છે. મેટોડા અને ખીરસરા વચ્ચે પોલીસ ચોકી પાસેથી કરોડોના ખર્ચે થયેલા કામમાં લોટ -પાણીને લાકડા કરાયાનું બહાર આવ્યું હતું. નવા બનેલા રોડ માં લાંબો પટ્ટો આખો નીચે બેસી ગયાનું જણાયું છે. સદ્દભાગ્યે આખી રાત્રી દરમ્યાન પસાર થયેલા વાહનો-બસ, જીપ આ બેસી ગયેલા રોડ પરથી પસાર થયા ન હતા નહીંતો વાહનો ૨૦ થી રપ ફુટ નીચે ખાબકી અને ગંભીર દુર્ઘટના સર્જાઇ હોત. વહેલી સવારે પી.ડબલ્યુડીના અધિકારીઓના ધ્યાને વાત આવતા જ કન્સ્ટ્રશન કંપનીને મોૈખીક સુચના આપતા બેસી ગયેલા રોડની બાજુમાં આડશો કરી દેવાઇ હતી સરકારી કચેરીના અધિકારી મારૂનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સુચના અપાઇ છે. ડામર સહિતનો રોડ નીચો બેસી ગયો છે. આ અંગે કન્સ્ટ્રકશન કંપની સામે પગલાં લેવા પણ તજવીજ હાથ ધરાઇ છે. તસ્વીરમાં હાઇવેનાં કામમાં ચાલતા લોલંલોલની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:41 am IST)