Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

શીતળા ધારમાં વીસ દિવસમાં ચાર મોબાઇલની ચોરી કરનાર નીલેશ વાઘેલા પકડાયો

માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇનરોડ પરથી દબોચ્યોઃ થોરાળા પોલીસે કુબલીયાપરામાંથી જીતુ જાદવને બે ચોરાઉ મોબાઇલ સાથે દબોચ્યો

રાજકોટ તા. ૧૮: શીતળાધાર વિસ્તારમાં વીસ દિવસમાં ચાર મોબાઇલની ચોરી કરનારા શખ્સને માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પરથી અને થોરાળા પોલીસે કુબલીયાપરામાંથીબ ે ચોરાઉ મોબાઇલ સાથે એક શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ મોબાઇલ વેંચવા આવ્યો હોવાની માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહ જાડેજા અને અંકીતભાઇ નિમાવતને બાતમી મળતા પી.આઇ. કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી. કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ, હિતેષભાઇ તથા અંકીતભાઇ સહિતે કૃષ્ણનગર મેઇન રોડ સ્વામીનારાયણ ચોક પાસેથી ગોંડલ રોડ કોઠારિયા સોલવન્ટ શીતળા ધાર રપ વારીયા કવાર્ટરમાં રહેતા નીલેશ ગોપાલભાઇ વાઘેલા (ઉ.વ.૧૮) ને અલગ-અલગ કંપનીના ચાર ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો. પુછપરછમાં નીલેશ શીતળાધાર વિસ્તારમાં મોડી રાત્રીના સમયે ખુલ્લા મકાનમાં પ્રવેશ કરી મોબાઇલ ચોરી કરતો હતો. તેણે છેલ્લા વીસ દિવસમાં ચાર મોબાઇલ ફોન ચોરી કર્યાની કબુલાત આપી હતી.

જયારે બીજા બનાવમાં થોરાળા પોલીસ મથકના કોન્સ. રાજદીપસિંહ ચૌહાણ અને જયદીપભાઇ ધોળકીયાને બાતમી મળતા પી.આઇ. બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, જયદીપભાઇ, રાજદીપસિંહ, ધર્મેશભાઇ, સહદેવસિંહ અને રમેશભાઇ સહિતે કુબલીયાપરા મચ્છી ચોકમાંથી જીતુ સોમાભાઇ જાદવ (ઉ.વ.ર૧) (રહે. શાસ્ત્રી મેદાન પાસે ફુટપાથ પર)ને બે ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો. આ શખ્સ મોટાભાગે પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ બનાવતો હતો.

(2:57 pm IST)