Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જુગારના અલગ-અલગ ચાર દરોડામાં ર૦ પકડાયા

આજીડેમ પોલીસે દસ અને થોરાળા પોલીસે તીનપતી રમતા આઠ અને વરલીનો જુગાર રમતા બેને દબોચ્યા

રાજકોટ તા. ૧૮: શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાર સ્થળે પોલીસે દરોડા પાડી તીનપત્તી અને વરલીનો જુગાર રમતા ર૦ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર કાળીપાટ ગામમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. રવીરાજસિંહ જાડેજા તથા કોન્સ. સંજયભાઇ જળુને બાતમી મળતા પી.આઇ. વી. જ ે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.ડી. વાળા, એ.એસ.આઇ. રવીરાજસિંહ જાડેજા, કોન્સ. કાનજીભાઇ જારીયા, સંજયભાઇ જળુ અને મેહુલભાઇ પંડયા સહિતે કાળીપાટ ગામમાં રહેતા ગોપાલ ગોવિંદભાઇ ઉતેડીયાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક ગોપાલ ગોવિંદભાઇ ઉતેડીયા, નાનામવા જડુસ હોટલ પાસે રહેતા અશોક ભાણજીભાઇ રાઠોડ, કાળીપાટ ગામના સંજય ગોવાભાઇ ચાંડપા, માવજી ઉર્ફે રાજુ દસમતભાઇ તેડીયા, નિલેષ ભીમાભાઇ ધોળકીયા અને મેહુલ કરશનભાઇ જાદવને પકડી લઇ રૂ. ૧૩,૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં કોન્સ. જયપાલભાઇ અને ઉમેદભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એમ. એમ. ઝાલા, એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ. શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા, ઉમેદભાઇ ગઢવી અને ભીખુભાઇ મૈયડ સહિતે વેલનાથ જડેશ્વર પાછળ આવેલ ખાણની બાજુના ખુલ્લા પટમાં બાવળના ઝાડ નીચે તીનપતીનો જુગાર રમતા કોઠારિયા ચોકડી રાધેશ્યામ સોસાયટી શેરી નં. ર ના કેતન રસીકભાઇ ભટ્ટ, ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૧ ના જયેન્દ્રસિંહ ઉર્ફે રાજા પ્રવિણસિંહ જાડેજા, તીરૂપતી સોસાયટી શેરી નં. ૧રના પરસોતમ સામતભાઇ જીંજુવાડીયા અને જીજ્ઞેશ દેવરાજભાઇ વાઘેલાને પકડી લઇ રૂ. ૧પ૬૩૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

કુબલીયાપરામાંથી આઠ પકડાયા

થોરાળા પોલીસ મથકના પીઆઇ બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. જી. એસ. ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ, આનંદભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, જયદીપભાઇ, રાજદીપસિંહ, સહદેવસિંહ, ધર્મેશભાઇ અને રમેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. રમેશભાઇ, સહદેવસિંહ અને રાજદીપસિંહને બાતમી મળતા કુબલીયા પરા મચ્છી ચોકમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ર૮ કવાર્ટર નં. ૮૧૯ ના અમીન જેહુરભાઇ શીસાંગીયા, રણછોડનગર શેરી નં. ૧રના સંજય બંસીદાસભાઇ હરીયાણી, કુબલીયાપરા શેરી નં. પ ના કિશન અમરાભાઇ ભાટી, આજીવસાહત કાનાભાઇના મફતીયા પરામાં રહેતા પ્રવિણ સુખાભાઇ જાદવ, અણીયારા ગામના સાજીદ હારૂનભાઇ હાલાદલ, નાકરાવાડના રમેશ માનસીંગભાઇ ધોળકીયા, ચુનારાવાડ શેરી નં. ૩ના રાજુ જીણાભાઇ ધામેચા અને જામનગર રોડ શેરી નં. ર લાખાબાપાની વાડી પાસે રહેતા રજાક આમનભાઇ ભાણુને પકડી લઇ રૂ. ૧૦૧૭૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વરલી ફીચરનો જુગાર રમતા બે પકડાયા

થોરાળા પોલીસ મથકના કોન્સ. સહદેવસિંહ જાડેજા, ધર્મેશભાઇ ખાંડેખા, રાજદીપસિંહ ચૌહાણને મળેલી બાતમીના આધારે પીએસઆઇ. જી. એસ. ગઢવી, સહિતના સ્ટાફે દુધસાગર રોડ પર દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા ગંજીવાડા શેરી નં. ૭૭ના અરજણ ઘોઘાભાઇ બાવળીયા અને આર.ટી.ઓ. પાછળ શિવનગર શેરી નં. ૧ બ્લોક નં. ૩૧૩માં રહેતા રાજેન્દ્ર વિનોદરાયભાઇ આચાર્યને પકડી લઇ રૂ. ૧૭૦૪૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(2:56 pm IST)