Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

જનકપુરી પાસે કવાર્ટરમાં રહેતાં નરેશ ગામાએ કામ ન મળતાં એસિડ પીધું

સાધુ વાસવાણી રોડ પર પટમાં પીધા બાદ ઘરે આવતાં સારવારમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૮: યુનિવર્સિટી રોડ જનકપુરી પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં નરેશ મહેશભાઇ ગામા (ઉ.વ.૨૨) નામના યુવાને સાંજે આઠેક વાગ્યે સાધુ વાસવાણી રોડ પર સ્કૂલ પાછળના પટમાં એસિડ પી લીધા બાદ ઉલ્ટીઓ થતાં ઘરે આવી ગયો હતો. અહિ પરિવારજનોને ખબર પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.નરેશ બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે. અગાઉ તે કપડાની દૂકાનમાં નોકરી કરતો હતો. પરંતુ હવે કેટલાક મહિનાથી તેને કામધંધો મળતો ન હોઇ કંટાળીને પગલુ ભર્યાનું તેના સ્વજને કહ્યું હતું.

(2:55 pm IST)