Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

રૈયાધાર મફતીયાપરામાં સુનીલ બાબરીયાના મકાનમાં દરોડોઃ પત્તા ટીંચતા ૧૧ પકડાયા

યુનિવર્સિટી પોલીસે રૂ. પ૩ હજાર કબ્જે કર્યાઃ ત્રણ મહિલા પણ સામેલ

રાજકોટ તા. ૧૮: રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે મફતીયાપરામાં મકાનમાં ચાલતા જુગારધામ પર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૧૧ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયાધાર રાણીમા રૂડીમાં ચોક મફતીયાપરામાં રહેતો સુનીલ જસમતભાઇ બાબરીયા પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. જેન્તીગીરી તથા બળભદ્રસિંહને બાતમી મળતા પીઆઇ. એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી ગૌસ્વામી, બળભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહીલ અને ક્રિષ્નાબેન વનારા સહિતે દરોડો પાડી રૈયાધાર રાણીમા રૂડીમા ચોક મફતીયા પરામાં રહેતા સુનીલ જસમતભાઇ બાબરીયાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સુનીલ બાબરીયા (ઉ.વ. ૩૦), સાધુ વાસવાણી રોડ અજંતા પાર્ક આવાસ યોજના કવાર્ટરના દિવ્યેશ રામજીભાઇ કુકડીયા (ઉ.વ. ર૭), નારાયણનગર મેઇન રોડ પાણીના ઘોડા પાસે રહેતા મનીષ દેવરાજભાઇ સાવલીયા (ઉ.વ. ૩૭), પંચવટી મેઇન રોડ સીતારા એપાર્ટમેન્ટના સીકયુરીટી ગાર્ડના રૂમમાં રહેતા અશોક ગોવિંદભાઇ દવે (ઉ.વ.પ૦), જામનગર રોડ, મોરબી હાઉસ ચોક સ્લમ કવાર્ટર નં. ૮૦ના સિકંદર નાશીરભાઇ મેણુ (ઉ.વ. ર૯), જંગલેશ્વર પાછળ અંકુર સોસાયટી શેરી નં. ૪ ના  તેજીમ રફીકભાઇ કુફાડ (ઉ.વ.૧૯), જામનગર દિગ્વીજય પ્લોટમાં રહેતા હિમાંશુ ઉર્ફે પાર્થ પ્રભુભાઇ પરમાર (ઉ.વ.૧૯), પેડક રોડ ગાંધીસ્મૃતિ સોસાયટી શેરી નં. ૩ના અરવીંદ લાલજીભાઇ ગઢીયા (ઉ.વ.૩૮) તથા જામનગર જીલ્લા જેલ વાળો રોડ શંકર ટેકરીમાં રહેતા રિધ્ધીબેન વિપુલભાઇ ચૌહાણ (ઉ.વ. રપ), જંગલેશ્વર શેરીન ં. ૧૩ના નિલોફરબેન અજીતભાઇ હીંગોરા (ઉ.વ.ર૦) અને જંકશન પ્લોટ દરગાહ પાસે મૂળ નીલકંઠ ટોકીઝ પાછળ મેહુલનગર-૬ના અલ્કાબેન મનસુખભાઇ લુણાગરીયા (ઉ.વ.૩૮) ને પકડી લઇ રૂ. પ૩,પ૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(2:55 pm IST)