Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

કોરોનાને ભુલી માસ્ક નહિ પહેરનારાને દંડવા પોલીસ મેદાનેઃ એક દિવસમાં ૧૬૫૯ પકડાયા

૩,૩૧,૮૦૦નો દંડ વસુલતી શહેર પોલીસઃ નિયમોનું પાલન કરી દંડથી બચવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો નગરજનોને અનુરોધ

રાજકોટ તા. ૧૮: કોરોના મહામારી અંતર્ગત લોકડાઉનને અનલોક કરવામાં આવ્યા પછી બહાર નીકળતાં લોકોને માસ્ક ફરજીયાત પહેરવા એ સહિતના અનેક નિયમોનું પાલન કરવાનું છે. આમ છતાં લોકો કોરોનાને ભુલી જઇ બેદરકાર બની માસ્ક પહેર્યા વગર નીકળી પડી પોતાના પર અને બીજા લોકો પર જોખમ ઉભા કરે છે. માસ્ક નહિ પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવતો હતો. પરંતુ હવે આ કામગીરીમાં પોલીસ પણ સામેલ થઇ છે. શહેર પોલીસે એક જ દિવસમાં ૧૬૫૯ લોકોને માસ્ક વગર પકડી લઇ રૂ. ૩,૩૧,૮૦૦નો દંડ વસુલ કર્યો છે. લોકો કોરોના સંક્રમણ સામે સાવચેત રહી માસ્ક પહેરી દંડથી બચે તેવો અનુરોધ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યો છે.

કોરોના મહામારી વધુ ફેલાતી અટકે તે માટે સરકારે પ્રયાસો કર્યા છે. હવે અનલોક-૧ પછી અનલોક-૨ની તૈયારી થઇ રહી છે. લોકોને અગાઉ કરતાં પણ વધુ છુટછાટ મળવાની તૈયારી થઇ રહી છે. બહાર નીકળતાં પહેલા લોકો હાથ સેનેટાઇઝ કરીને નીકળે તેમજ મોઢા પર માસ્ક કે રૂમાલ બાંધીને નીકળે અને સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સના તથા બીજા નક્કી થયેલા નિયમોનું પાલન કરે તે માટે તંત્રો પ્રયત્નશીલ છે. લોકો ફરજીયાત માસ્ક પહેરીને જ નીકળે તે માટે પોલીસ તંત્ર પણ આ નિયમનો કડક અમલ કરાવવા સજ્જ થયું છે. તે અંતર્ગત ગઇકાલે એક જ દિવસમાં શહેરભરના અલગ-અલગ રસ્તાઓ પરથી ૧૬૫૯ લોકો  માસ્ક પહેર્યા વગર નીકળતાં પકડી લઇ કુલ રૂ. ૩,૩૧,૮૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ મથકની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લોકો કોરોના વાયરસના જોખમથી બચવા સમજીને માસ્ક પહેરીને નીકળે તો દંડથી પણ બચી શકાશે અને સુરક્ષીત પણ રહી શકાશે. નિયમોનું પાલન કરવા શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે.

માસ્ક પહેર્યા વગર નીકળી જાહેરમાં થુંકનારા ત્રણ અને કર્ફયુ ભંગ કરનારા ત્રણ સહિત ૩૬ ઝડપાયા

રાજકોટ તા. ૧૮ : કોરોના મહામારી અંતર્ગત રાત્રે લોકડાઉન-૫નો પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવે છે. જેમાં રાત્રે બિનજરૂરી લટાર મારવા નિકળનારા, માસ્ક પહેર્યા વગર નીકળી જાહેરમાં થુંકનારા અને કર્ફયુ ભંગ કરનારા ૩૬ સામે કાર્યવાહી કરી હતી.

એ-ડીવીઝન પોલીસે ત્રિકોણબાગ પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળી જાહેરમાં થુંકનારા પુંજેશ શૈલેષભાઇ ગમારા, જતીન જીતેન્દ્રભાઇ જેસાણી તથા કર્ફયુ ભંગ કરનારા સનીલ આશારામ સંગતાણી, મહિલા કોલેજ અંડરબ્રીજ ચોકમાંથી બીમલ રસીકભાઇ કારેલીયા તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી કર્ફયુ ભંગ કરનારા યુસુફ હારૂનભાઇ ડોઢીયા, જીજ્ઞેશ લક્ષ્મણભાઇ સરવૈયા તથા ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ સરદાર પટેલ સ્વીમીંગ પુલ પાસેથી જય ભાવેશભાઇ શિયાણી, દેવાંગ જયસુખભાઇ રામાણી, જય રમેશભાઇ બોરીચા, આશીફ હાસમભાઇ શાહમદાર, અસલમ મહેબૂબભાઇ શાહમદાર તથા માલવીયાનગર પોલીસે મવડી રોડ આનંદ બંગલા ચોક પાસેથી નીલેષ જગદીશભાઇ મકવાણા, નવલનગર શેરી નં. ૯/૧૫માંથી રાજેશ કીરીટભાઇ ઝરીયા, કાલાવડ રોડ, કોટેચા ચોકમાંથી જગદીશ ખીમજીભાઇ ધાધડીયા, કે.કે.વી. હોલ ચોક પાસેથી રઘુ જીવાભાઇ ગડદીયા તથા પ્ર.નગર પોલીસે સદર બજાર પાસેથી સમીર બસીરભાઇ સોલંકી, નિતેશ રાજુભાઇ કાવઠીયા, પાર્થ સુરેશભાઇ રૂઘાણી, રાહુલ દીલીપભાઇ બંગાળી તથા ગાંધીગ્રામ પોલીસે બજરંગ વાડી સર્કલ પાસે રાજેશ બાબુભાઇ ચાવડા, ઇરફાન મહંમદભાઇ ચાનીયા, હનુમાન મઢી ચોક પાસેથી આદિત્ય ગૌરાંગભાઇ મહેતા, રાજેશ દિનેશચંદ્ર મોદી, તેજસ કિશોરભાઇ જસાણી તથા તાલુકા પોલીસે પુનિતનગરના ટાંકા પાસેથી દિલીપ બેચરભાઇ પરમાર, ખીમરાજ રમેશભાઇ ચાવડા, પાટીદાર ચોક પાસેથી મનસુખ ભીખાભાઇ જીંજુવાડીયા, કટારીયા ચોકડી પાસેથી જયદીપ ભગવાનજીભાઇ વાળા, કુલદીપ મુકેશભાઇ પરમાર તથા યુનિવર્સિટી પોલીસે ચંદન પાર્ક મેઇન રોડ પરથી જય ભરતભાઇ રૂપારેલ, રામાપીર ચોકડી પાસેથી ગોવિંદ સવાભાઇ સભાડ, સેવંત પ્રવિણભાઇ જેઠવા, આકાશવાણી ચોકમાંથી નિશાંત કાંતીલાલ ભટ્ટ, દર્શનસિંહ ભરતસિંહ વાઘેલા, ગંગોત્રી પાર્ક પાસેથી હેમાંગ જીજ્ઞેશભાઇ શાહ અને કેયુર ધીરજલાલ ઘોડાસરાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:01 pm IST)