Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટમાં જૂનાગઢના જયાબેનનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું

રાજકોટ,તા.૧૮ : ''દિલ વિધાઉટ બીલ'' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલ સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જનો લાભ ભારતના તમામ રાજ્યોના  ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષથી મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે, ૨૦,૦૦૦ થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

યોજના, માં યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદય રોગના દર્દીઓને આપવામાં આવે છે.

આવાજ એક હૃદય રોગથી પીડિત દર્દી જયાબેન લક્ષ્મણભાઇ સુવાણ,ઉ.વ.૬૩, રહવાશી : બ્લોક-૩૮, હાઉસિંગ બોર્ડ સોસાયટી, ઝાંઝરડા રોડ, જુનાગઢ કે જેઓને હૃદય રોગનો હુમલો આવલો હતો આથી જુનાગઢમાં આવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. ત્યાં ડોકટરે તેમને બાયપાસ ઓપરેશનની જરૂર છે તેમ જણાવ્યું, અને શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ રાજકોટ જવા માટે સલાહ આપી હતી.

 જયાબેનને કોઇ સંતાન નથી, તેમના પતિ છૂટક મજૂરીનું કામ કરીને માસિક રૂ. ૫ થી ૬ હજાર કમાય છે. પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેઓ જયાબેનનું ઓપરેશન કરાવી શકે તેમ ન હતા. જયબેનને સતત છાતીમાં દુખાવો રહેતો હતો અને ચાલી પણ શકતા ન હતા. લોકડાઉનમાં રાહત મળતા તેઓ તા. ૮/૬/૨૦૨૦ના રોજ શ્રી સત્ય સાઇ હોસ્પિટલ રાજકોટ ખાતે ઓપરેશન માટે પહોંચ્યા. તા. ૯/૬/૨૦૨૦નાં  રોજ જયાબેનનું  સફળતા પુર્વક બાયપાસનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું. બાબાના આશીર્વાદથી તારીખ ૧૭/૬/૨૦૨૦ના રોજ જયાબેન સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.

(11:45 am IST)