Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

શાસ્ત્રીમેદાનના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તળાવ

આજે સવારથી સતત હળવા-ભારે વરસાદી ઝાપટાને કારણે બપોરે ર વાગ્યા સુધીમાં ર ઇંચ જેટલો વરસાદ પડી જતા શહેરની મધ્યે આવેલ શાસ્ત્રીમેદાનમાં ચાલી રહેલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ગ્રાઉન્ડમાં ગોઠણબુડ પાણી ભરાતા નાના એવા તળાવનું સર્જન થયું હતું. તસ્વીરમાં તળાવમાં ફેરવાયેલ ક્રિકેટ મેદાન નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:14 pm IST)