Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી : વોર્ડ નં.૧૮માં કાદવ-કીચડનું સામ્રાજય

રાજકોટઃ શહેરમાં આજ સવારથી મેઘરાજાની પધરામણી થઇ છે અને બપોર સુધીમાં માત્ર ૨ ઇંચ જેટલો વરસાદ પડયો છે ત્યારે શહેરનાં અનેક વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજય સર્જાતા તંત્રની પોલ છતી થઇ છે સાથો સાથ આ બાબતે લોકોમાં રોષ પણ જોવા મળી રહયો છે.તસ્વીરમાં વોર્ડ નં.૧૮નાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયા વિસ્તારનાં રસ્તાઓ પર પાણી ભરાયેલા તથા કાદવ-કીચડની ગંદકી નજરે પડે છે.આ વિસ્તારનાં સમાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ.કમિશ્નરને પત્ર પાઠવી અહિં મોરમ પાથરવા માંગ ઉઠાવી છે.

(4:13 pm IST)