Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રમતવીરો દેશના ભવિષ્યના નિર્માતા છે : ગૃપ કમાન્ડર સંજીત દત્ત

રાજકોટની રાજકુમાર કોલેજના યજમાનપદે ૧૩મી ઓલ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ કોન્ફરન્સ શૂટીંગ ચેમ્પીયનશીપ ફોર ગર્લ્સ અંડર ૧૪,૧૭,૧૯નો પ્રારંભ : વિવિધ દેશમાંથી ૧પ સ્કૂલના ચેમ્પીયન્સ ઉમટી પડયા

રાજકોટ : ભારતની અગ્રણી સ્કૂલો પૈકીની શૈક્ષણિક સંસ્થા ધ રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે ઇન્ડિયન પબ્લિક સ્કૂલ કોન્ફરન્સ, 'શુટિંગ ચેમ્પીયનશીપ ફોર (ગર્લ્સ) અન્ડર ૧૪, અન્ડર ૧૭ અને અન્ડર-૧૯-ર૦૧૯'ની શરૂઆત બીજા વર્ષે થયેલ છે.

ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ ઇન્ડિયન આર્મીના બ્રિગેડિયર, રાજકોટ એન.સી.સી. ગ્રુપ હેડકવાર્ટરના ગ્રુપ કમાન્ડર, સેના મેડલ પ્રાપ્ત કરનાર શ્રી સંજીવ દત્ત કે તેઓશ્રીને ૧૯૮પ દરમ્યાન ભારતીય સેનામાં જાકલી (જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી) માં જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓની હાજરીમાં સવારે ૮ કલાકે થયો. રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ શ્રી શંકરસિંહ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના અલગ-અલગ રાજયોમાંથી ૯ જેટલી પબ્લિક સ્કૂલની ટીમ ભાગ લેવા રાજકોટના આંગણે પધારી છે. સ્પર્ધામાં ભાગ લેનારી સ્કૂલમાં યદુવેન્દ્ર પબ્લિક સ્કૂલ-પટીયાલા, ધ ડેલી કોલેજ-ઇન્દોર, યદુવેન્દ્ર પબ્લિક સ્કૂલ-મોહાલી, લોવરેન્સ સ્કૂલ-સનાવર, એમરલ હાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ-ઇન્દોર, રાજમાતા ક્રિષ્ના કુમારી ગર્લ્સ પબ્લિક સ્કૂલ-જોધપુર, મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ સ્કૂલ-જયપુર, મોતીલાલ નેહરૂ-હરિયાણા અને યજમાન સ્કૂલ ધ રાજકુમાર કોલેજ-રાજકોટ. દરેક ટીમના કુલ ૧૧૯ સ્પર્ધકો તથા ૧પ ટીમ મેનેજરો અને કોચને આવકાર્યા હતાં.

ગ્રુપ કમાન્ડર શ્રી સંજીવ દત્તે સંબોધન કરતા શિક્ષણની અગત્યતા, નેતૃત્વના ગુણ વિશે વાત કરી હતી અને પુરસ્કારોની પરંપરાની લાંબી સુચી વિશે પણ જણાવ્યું હતું. ત્યારબાદ તેઓએ મુલાકાતી ટીમની સાથે વાત કરતા ખેલદિલી, યોગ્ય સ્પર્ધા અને રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અનુરોધ કરેલ. તેઓએ ખેલાડીઓને રાષ્ટ્રના ભવિષ્યના નિર્માતા તરીકે સંબોધ્યા, જે ભારતને વૈશ્વિ શકિત સાથે સ્પર્ધા, કરવા માટે પોતાનું યોગદાન આપશે. તેમણે ઔપચારિક રીતે સ્પર્ધાનું ઉદઘાટન કોલેજના પ્રિન્સીપાલ, વાઇસ પ્રિન્સીપાલ તથા બર્સર સાથે દિપ પ્રાગટય દ્વારા કરી શૂટીંગ ચેમ્પીયનશીપને ખુલ્લુ મુકયુ હતું. ત્યારે કોલેજની વિદ્યાર્થીની રીયા પારેખે આઇ. પી. એસ. સી. નો શપથ વાંચ્યો હતો અને તેમાં ભાગ લેનાર દરેક ટીમના સભ્યોએ તેમનું પાલન કરવાનું નકકી કર્યુ હતું. ત્યારબાદ મુખ્ય અતિથીએ દરેક મુલાકાતી ટીમ સાથે સંભારણા રૂપે ગ્રુપ ફોટોગ્રાફ પડાવ્યા હતાં. આ ચેમ્પીયનશીપ માટે રાજકુમાર કોલેજ ખાતે 'ગાંગડ શુટિંગ રેન્જ'માં આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્પીયનશીપ અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ મં અલગ અલગ કેટેગરી જેવી કે 'પિપસાઇટ એર રાઇફલ', 'ઓપન સાઇટ એર રાઇફલ' તથા 'એર પિસ્તોલ' આવરી લેવામાં આવી હતી. દરેક પ્રતિસ્પર્ધીને ૪૦ રાઉન્ડ ફાયર કરવા આપવામાં આવશે. જેમાં સવારે ૯.૩૦ વાગ્યાથી બપોરનાં ૧ વાગ્યા સુધી અને બપોરે ર.૩૦ વાગ્યાથી રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી એમ સ્પર્ધાને બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. તમામ પ્રતિસ્પર્ધીએ ૩ મેચ દરેક જૂથ સાથે અન્ડર-૧૪, અન્ડર-૧૭ અને અન્ડર-૧૯ સાથે સ્પર્ધા કરવાની રહેશે. તેના પરિણામ રાત્રે ૧૦ વાગ્યે જાહેર કરવામાં આવશે. આજની આ સ્પર્ધા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સરળતાથી પૂર્ણ થઇ હતી. રાજકુમાર કોલેજ ટીમ દ્વારા બધી જ આવશ્યકતા પૂર્ણ કરવા માટે સખ્ત મહેનત કરી હતી.

(3:52 pm IST)