Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સફાઇ કામદારોની ભરતીનો જનરલ બોર્ડમાં સુખદ અંત આવશેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીની ખાત્રી પાળો

રાજકોટ :  અખિલ વાલ્મિકી સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા સફાઇ કામદારોની ભરતીનો સુખદ અંત આવ્યાનું પ્રમુખ મનોજભાઇ ટીમાણીયા, મંત્રી કમલેશભાઇ વાઘેલા સંયુકત યાદીમાં જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે, અગાઉ ઘણા વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ કામદારોની ભરતી કરવામાં આવી નથી તે બાબતે વખતો વખત થી લેખીત તેમજ મોંખિક રજુઆતો અને આંદોલનો કરેલ અને ઉચ્ચ અધિકારીઓને લેખિત તેમજ મોૈખિક દિલ્હી અને ગાંધીનગરમાં રજુઆતો કરેલ. સમગ્ર વાલ્મિકી સમાજના ધર્મગુરૂ ચીમનાજી બાપુની આગેવાનીમાં સંયુકત યુનિયનો દ્વારા સફાઇ કામદારોની ભરતી કરવા માટે આંદોલન કરવામાં આવેલ હતું. અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભરતી કરવા ખાત્રી આપેલ. મ્યનિસિપલ કમિશ્નર બંછાનીધી પાની તથા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ તેમજ મેયરશ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર, સ્ેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ. ના પ્રમુખ કમલેશભાઇ મીરાણી વગેરેએ ભરતી કરવાની પ્રક્રિયાની વેદનાને વાચા આપતા ગઇ કાલે સવારે જનરલ બોર્ડમાં મંજુરી અપાશે.

આમ ભારતીય જનતા પાર્ટીનો અને મ્યુ.કમિશ્નર બંછાનીધી પાની નો પ્રમુખ મનોજભાઇ ટીમણીયા, કમલેશભાઇ વાઘેલા તેમજ બટુકભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા, નીતીનભાઇ વાઘેલા, ભરતભાઇ બારીયા વગેરે વાલ્મિકી સમાજના સંતો, મહંતો આગેવાનો, પટેલો દ્વારા આભાર વ્યકત કરાયો છે.

(3:51 pm IST)