Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

યુવા ભાજપ આગેવાન શૈલેષ ડાંગર દ્વારા જન્મદિનની અનોખી ઉજવણી

રાજકોટઃ શહેર યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઇ હરિભાઇ ડાંગરના જન્મદિવસના શુભ દિન નિમિતે વોર્ડ નં.૧૩ ના નવલનગર-૯ના છેડે આવેલ આંગણવાડી, ત્રિવેણીનગર આંગણવાડી, ડાલીબાઇ આવાસ યોજના આંગણવાડી વિગેરે વોર્ડ નં.૧૩ ની આંગણવાડીઓના ભુલકાઓને બેગ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે, વોર્ડ નં.૧૩ ના કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઇ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગર અને યુવા ભાજપ અગ્રણી શૈલેષભાઇ ડાંગર, ભાજપ અગ્રણી હરીશભાઇ ઠાકર, ભરતભાઇ બોરીચા, ઝાલા બાપુ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)